________________
૧૦૮
તત્ત્વાખ્યાન.
બાંધેલું હિંસ્ય કર્મનું ફલ મારવાવાળાને તદ્દન ન જ મળવું જોઈએ, કારણકે મારવાવાળી વ્યક્તિ પોતે ક્ષણિક છે અને બાંધેલું કર્મ પણ ક્ષણિક છે, જ્યારે બંને ક્ષણવારમાં નષ્ટ થઈ ગયાં ત્યારે તેઓને સંબન્ધ પરસ્પર કેવી રીતે થાય ? જ્યારે વતુ પતેજ ખપુષ્પ જેવી થઈ, ત્યારે સંબન્ધ કેને અને કેની સાથે થાય? તે ઘણું વિચારણીય છે. ચિં, વસ્તુને સર્વથા નાશ થવા છતાં પણ જે સંબન્ધ માનવામાં આવે તે એકના કર્મને સંબન્ધ સર્વને કેમ ન થાય? અથવા સર્વના કર્મને સંબન્ધ એકને જ કેમ ન થાય? માટે કઈપણ રીતે સાધકની સાથે હિંસ્ય કર્મના ફલને સંબન્ધ ઘટવાને નહિ. તથા આ ઉપકાર્ય છે, આ તેને ઉપકાર કરવાવાળે છે, આ સારવાવાળે છે, આ વધ્ય છે, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન વિગેરે કંઈ પણ વાતની ઉત્પત્તિ ક્ષણિકવાદમાં થઈ શકવાની નહિ. માટે કહે આવી રીતે મેહથી ક્ષણિકવાદને પ્રતિપાદન કરવાવાળી વ્યકિતને ઈશ્વર તરીકે કેવી રીતે માની શકાય? તેમજ શૂન્યવાદને માનવાવાળી વ્યકિતને પણ ઈશ્વરકેટિમાં ગણાય તેમ નથી. જે તેને શુન્યવાદ પ્રમાણસિદ્ધ હોય તે પ્રમાણ વસ્તુરૂપ કરે, ત્યારે સર્વ જગત શૂન્ય છે, એમ કેવી રીતે કહી શકાય? અને જે વસ્તુરૂપ છે તે વધ્યાપુત્રની માફક તેવા પ્રમાણદ્વિારા શુન્યવાદની સિદ્ધિ શૂન્યરૂપ જ સમજવી. | કિંચ, લક્ષાવધિ કૃમિથી વ્યાપ્ત એવા પિતાના શરીરને વાઘને ખાવા માટે આપવાવાળા બુદ્ધની દયા જુઓ!! લક્ષાવધિ કૃમિના છને સંહાર કરી એકને માટે દયાની
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org