________________
જૈનદર્શન.
૧૦૧
પ્રકારની ભયાનક આકૃતિવાળી દેવની મૂર્તિ જેવાથી વધ્યા પાસે પુત્રના મને રથની માફક નિર્ભય થવાની વાસના કદાપિ થવાની નહિ. ઉલટા આવા પ્રકારના વિચારે જલદી હૃદયમાં આવી જાય કે જ્યારે ઈશ્વર પિતે ભયવાળા છે, ત્યારે તેવા પ્રકારના દે આપણને નિર્ભય કેવી રીતે બનાવી શકે? અને તેવી ભયવાળી આકૃતિ જોવાથી આપણું પણ શું કલ્યાણ થવાનું? આ વાત અનુમાન પ્રમાણદ્વારા પણ સિદ્ધ કરવામાં આવે છે. હિંસક, શિકારી વિગેરે ની માફક જેની મૂર્તિના હાથમાં હિંસક શસ્ત્રોને સંબન્ધ હોય તે વ્યક્તિ હિંસક હેવી જોઈએ. જે જે તલવાર, ચક્ર, ગદા, ત્રિશૂલ વિગેરે શોને ધારણ કરનાર હોય છે, તે તે ભયવાળા પણ હેય છે અને હિંસક પણ જરૂર હોય છે-જેમ શિકારી, પારધી વિગેરે. તેમ આ ઠેકાણે પણ સમજવું. માટે શસ્ત્રને સંબન્ધ હિંસાના કારણરૂપ હોવાથી અને ભયને સૂચક હેવાથી જે દેવની પાસે તે હેય તે વ્યક્તિ દેવસ્વરૂપ નથી, કિન્તુ હિંસક સમજવી, અને જ્યાં તેવા શસ્ત્રને સંબન્ધ ન હોય એવી આકૃતિ જે દેવની બનાવવામાં આવી હોય તે દેવ, દ્વેષથી, ભયથી અને હિંસકભાવથી તદન રહિત છે એમ જરૂર માનવું. તે જ વ્યકિત ઇશ્વરરૂપ છે એમ ખાસ ધ્યાનમાં રાખવું. તથા શંખ ફૂંક, મેરલી વગાડવી, ડમરૂ વગાડ નાચ કરે-આવા પ્રકારની બાલચેષ્ટા પણ ઇવરકેટિની હદને પહોંચેલાને કદાપિ શેભે નહિ.” આવા પ્રકારનું કર્તવ્ય આન્તરિક મેહ સિવાય કઈ પણ યુક્તિ કરવા તત્પર થાય જ નહિ અને જયાં રાગ, દ્વેષ, મોહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org