________________
જૈનદર્શન.
તેવા સ્થલમાં સૂક્ષ્મ છિદ્ર હોવાથી પ્રવેશ કરવામાં અને નીકળવામાં ગન્ધદ્રવ્યને કંઈ પણ અડચણ નથી, જ્યાં સર્વથા છિદ્ર વિનાને અત્યત નિબિડ પ્રદેશ હોય ત્યાં તે પ્રવેશ અને નીકળવું બની શકે જ નહિ, એ રીતે પ્રકૃત શબ્દમાં પણ તે સમાન જ છે તે શા માટે શબ્દને પાગલિક ન માને? માટે બીજે પક્ષ પણ આપનાથી માની શકાય તેમ નથી. હવે ત્રીજો પક્ષ પણ યુક્તિવિકલ છે તે સમજાવવામાં આવે છે.
ઉલ્કાપાત, વીજળી વિગેરે પદાર્થોની પૂર્વ અને પશ્ચાત અવયવે નથી દેખાતા તે પણ તે અપગલિક છે એમ તે આપ પણ માનતા નથી, તે શબ્દના અવય નહિ દેખાવા માત્રથી તેને અદ્દિગલિક કહેવા એ કેવળ બ્રાન્તિ સિવાય બીજું શું સમજવું એવી રીતે વિચાર કરતાં ચોથે પક્ષ પણ ઉપાદેય નથી. આકાશને ગુણ હેવાથી શબ્દ પૈગલિક નથી એ માન્યતા પણ વિચારને અવકાશ જરૂર આપે છે. રૂ૫ વિગેરે માફક અમારા જેવાને પ્રત્યક્ષ હોવાથી શબ્દ આકાશને ગુણ નથી.જેમાં ઇન્દ્રિયપ્રત્યક્ષપણું હોય તે પદાર્થ, રૂપ વિગેરેની માફક પિદુગલિક હોય છે. આથી શબ્દ પગલિક છે એ વાત નિર્વિવાદ સિદ્ધ છે. એનું વિવેચન તત્વાખ્યાનના પૂર્વાર્ધમાં વૈશેષિકની સમાચનાના પ્રસ્તાવમાં અને દ્રવ્યપ્રદીપમાં પણ કરવામાં આવેલું હોવાથી પિષ્ટપેષણ કરવાની કઈ જરૂર નથી,
પદનું નિરૂપણ. ક વિગેરે બ્રાના સંબોધન શબ્દમાં, ઢ, ગ, ઘ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org