________________
તવાખ્યાન.
પ્ર. અમે આવરણ એક જ છે એમ માનતા નથી, કિન્તુ દરેક વર્ણને માટે આવરણ ભિન્ન ભિન્ન માનીએ છીએ. તેથી એક વર્ણના આવરણને નાશ થાય તે પણ સંપૂર્ણ શબ્દના શ્રવણને પ્રસંગ કેવી રીતે આવી શકે? તેને વિચાર કરશે.
ઉ૦ અભિન્ન સ્થાનમાં રહેવાવાળા અને એકજ ઈન્દ્રિય દ્વારા ગ્રાહ્ય એવા વણેને માટે ભિન્ન ભિન્ન આવરણ હોઈ શકે જ નહિ, કારણ કે જે સિન આવરણુદ્વારા આચ્છાદન કરવા લાયક હેય તે ભિન્ન ભિન્ન દેશમાં જરૂર રહેલા હેવા જોઈએ તથા અનેક ઈન્દ્રિયથી ગ્રાહા પણ હવા જોઈએ. જેમ ઘટપટ વિગેરે. અને શબ્દ જ્યારે માત્ર શ્રવણેન્દ્રિયગ્રાહ્યા જ છે તથા અભિન્ન પ્રદેશમાં રહે છે, ત્યારે તે પણ એક જ આવરણથી આચ્છાદિત થાય છે, તેમાં જરૂર માનવું જોઈએ. આથી આવરણ જ્યારે એક સિદ્ધ થયું ત્યારે તેને નાશ થવાથી સર્વ શબ્દનું શ્રવણ એક કાલમાં કેમ ન થાય? તેને વિચાર કરશે. માટે રૂપાન્તરની ઉત્પત્તિરૂપ સંસ્કાર છે અથવા આવરણના નાશરૂપ છે. આ બેમાંથી એક પણ રૂપે માની શકાય તેમ નથી, માટે વિનિયે પિતે શબ્દમાં સંસ્કારને પેદા કરે છે એમ માનવું યુક્તિવિકલ છે. તેમ શ્રેત્રમાં સંસ્કાર પેદા કરે છે તે માન્યતા પણ વધ્યાપુત્ર જેવી લાગે છે, કારણ કે કાનને ધ્વનિયે પિતે સંસ્કાર પેદા કરી નવીન રૂપમાં લાવી મૂકે છે એ તે ખાસ રાગી ભકતે સિવાય બીજે કઈ પણ બુદ્ધિશાલી માને તેમ નથી. અને ઉભયમાં સંસ્કાર પેદા થાય છે તે પણ વ્યર્થ જ છે, કારણ કે જ્યારે પ્રત્યેકમાં સિદ્ધ કરવાનું સામર્થ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org