________________
જૈનદર્શન,
ઉ૦ પૂર્વોક્ત સમાધાન બુદ્ધિમાનેના મનમન્દિરમાં નિવાસ કરી શકે તેમ નથી, કારણ કે ધર્મને સર્વથા ધમિથી ભિન્ન માનવામાં અનેક દષાપત્તિ આવે તેમ છે. જૂઓ-જ્ઞાનરૂપ ધર્મને સર્વથા આત્માથી ભિન માનવામાં આવે તે જેમ જ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે તેમ ઘટ, પટ વિગેરે પણ ભિન્ન છે. આવી સમાન ભિન્નતા હોવા છતાં જેવી રીતે આત્માના ગુણ તરીકે જ્ઞાન ઓળખાય તેવી રીતે ઘટના ગુણ તરીકે માનવામાં કેમ ન આવે ?, તથા ઘટના રૂપાદિ ગુણેને જેમ ઘટના ગુણ તરીકે માનવામાં આવે છે, તેમ આત્માના ગુણ તરીકે કેમ નહિ? તેને વિચાર કરશે. સમવાય સંબન્ધને જૂ માનીને વ્યવસ્થા કરવાના અનેરશે પણ વધ્યાપુત્ર જેવા છે, કારણ કે સમવાયનું વૈશેષિકની સમાચનાના પ્રસ્તાવમાં સારી રીતે નિરાકરણ કરવામાં આવેલ છે. એવી કંઈ પણ રાજાજ્ઞા નથી કે ભિન્નતા સરખી હોવા છતાં એકને ગુણ માનવે અને બીજાને નહિ. આથી એ સિદ્ધ થયું કે ધર્મ ધર્મિથી સર્વથા ભિન્ન નથી, ત્યારે રૂપાન્તરની ઉપત્તિને લઈને ધર્મિમાં પરિણામાન્તર કેમ ન આવી શકે? અને જ્યારે પરિણામાન્તર થયે ત્યારે અનિત્યતા તે જરૂર આવી ગઈ.
પ્ર સંસ્કારને આવરણના નાશરૂપ અમે માનીએ છીએ, માટે અમારે ત્યાં દેષને અવકાશ છે જ નહિ.
ઉ૦ આવરણને નાશ પણ શબ્દમાં જ હઈ શકે. જ્યારે એક ઠેકાણેથી આવરણને નાશ થયે, ત્યારે સર્વત્ર નાશ થતાં સર્વત્ર સંપૂર્ણ વર્ગોનું શ્રવણ થવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org