________________
જૈનદર્શન,
હેતુ કહેવાય. કાર્યપણું હેવાથી શબ્દ અનિત્ય છે. પ્રત્યભિજ્ઞાન હોવાથી આ વ્યક્તિ નિત્યજ છે. જે આ વ્યક્તિ સ્થિર એક સ્વભાવવાળી હોય તે સુષુપ્તિ અવસ્થામાં જેમ બાહા અર્થમાં પ્રવૃત્તિ થતી નથી, તેમ જાગૃદવસ્થામાં પણ ન થવી જોઈએ, અને તેના અભાવમાં પ્રત્યભિજ્ઞાન પણ ન થવું જોઈએ. એમ હેવા છતાં પણ પ્રત્યભિજ્ઞાન વિગેરે જે માનવામાં આવે તે સ્થિર કરવભાવપણું ક્યાંથી રહે તેને વિચાર કરશે. પુરૂષમાં પ્રવૃત્તિ કરવાપણું માનવું અને સ્થિર એક સ્વભાવ પણ માનવે; આ તે માતા વધ્યા જે ન્યાય કહેવાય, આ પુરુષમાં સર્વથા નિત્યપણું સિદ્ધ કરવામાં પ્રત્યભિજ્ઞાન વિગેરે વિરુદ્ધ હેતુ જાણવા.
પ્રય અવસ્થાના ભેદને લઈને પ્રત્યભજ્ઞાન કરવામાં કંઈ પણ અડચણ ન હોવાથી શા માટે પુરુષમાં નિત્યપણું સિદ્ધ ન થાય ?
ઉ૦ ઉપર્યુક્ત શંકા નિર્મુલ જ સમજવી, કારણ કે અવસ્થાવાળાથી અવસ્થાઓ ભિન્ન છે કે અભિન્ન ? એવા અનેક વિકપનું તેમાં ઉત્થાન થઈ શકે છે. કિચ, જ્યારે અવસ્થાભેદને લઈને આ વ્યવહારની ઉત્પત્તિ કરવા જશે ત્યારે સ્થિર એક સ્વભાવ તે આકાશમાં હવા ખાવા જવાને, કારણ કે અવસ્થાના ભેદથી તાદામ્યપણાને લઈને અવસ્થાવાળાને પણ ભેદ જરૂર માનવે પડશે અને જ્યારે તેને ભેદ થયે; ત્યારે અનિત્યપણું વિના ઈચ્છાએ પણ જરૂર માનવું પડશે. માટે પુરુષ સર્વથા નિત્ય છે, એમ તે બિલકુલ બેલાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org