________________
યુટ
તત્ત્વાખ્યાન
અવયવેામાંથી એ અવયવ અનુમાનજ્ઞાન પેદા કરાવવામાં સપૂર્ણ છે, તેને વિશેષની જરૂર નથી. અને અવ્યુત્પન્નમતિવાળાને તા દૃષ્ટાન્ત, ઉપનય અને નિગમનના પણ પ્રયોગ કરવામાં આવે છે.
પાંચ અવયવનું સ્વરૂપ.
અનુમેય ધમ થી યુકત ધમિ ને પક્ષ કહેવામાં આવે છે.અને કોઇ ઠેકાણે અનુમેય ધર્મમાત્રને પણ પક્ષ કહેવામાં આવે છે. સામાન્યરૂપથી આધારનું જ્ઞાન હૈાય તે પણ પવ ત વિગેરે વિશેષ વિશેષ મિ અને ધર્મને જાણવાની ખાતર આ ઠેકાણે ધૂમ છે એવા હેતુના ઉપસ ́હારવચનની માફક નિશ્ચયથી સાધ્ય ધર્મની ધર્મિતા અને ધતાની સિદ્ધિને માટે પક્ષપ્રયોગ કરવા જરૂરના છે. પક્ષપ્રયોગને બીજા લાકા પ્રતિજ્ઞાના નામથી ઓળખાવેછે. સાધ્યધમ યુક્ત આધારનું જ્ઞાન કરાવવુ' તેજ પ્રતિજ્ઞાવાકયની મતલબ છે. આવા પ્રકારના પક્ષપ્રયાગ અને હેતુપ્રયાગરૂપ એ અવયવો જ અનુમાનના અંગભૂત છે અને મંદબુદ્ધિવાળાને માટે પાંચ અવયવેા દ્વારા પણ અનુમાન કરાવવામાં આવે છે.
હેતુપ્રયાગના બે ભેદ છે. એક તથા૫ત્તિરૂપ અને સ્ત્રીજો અન્યથાપપત્તિરૂપ.
સાધ્યની સદ્ભાવદશામાંજ હેતુના સદ્ભાવને તથાપપત્તિ કહેવામાં આવે છે, અને સાધ્યની અસદ્ભાવદશામાં હેતુના અસદ્ભાવને અન્યથાપપત્તિ કહેવામાં આવે છે અર્થાત્ સાધ્યની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org