________________
૪
તવાખ્યાન,
બીજું પારમાર્થિક પ્રત્યક્ષ. આ બેમાં પણ પ્રથમ પારમાર્થિક પ્રત્યક્ષનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. આ પાંચ ઈન્દ્રિયો અને મન એ બેમાંથી કોઈની પણ અપેક્ષા રાખ્યા સિવાય અર્થાત્ આત્માથી ભિન્ન બીજી કોઈ પણ બાહ્ય વસ્તુની અપેક્ષા રાખ્યા સિવાય જે જ્ઞાન દ્વારા પદાર્થને વાસ્તવિક રીતે આત્માને સાક્ષાત્કાર થાય તેને પારમાર્થિક પ્રત્યક્ષ સમજવું. તેના બે ભેદ છે. એક સકલપ્રત્યક્ષ અને બીજું વિકલ પ્રત્યક્ષ. જે જ્ઞાન દ્વારા જગતમાં રહેલ રૂપી-અરૂપીમાંથી કેવલ રૂપી પદાર્થને જ આત્માને સાક્ષાત્કાર થાય તે વિકલ પ્રત્યક્ષ કહેવાય. તેના પણ બે ભેદ છે. એક અવધિપ્રત્યક્ષ અને બીજું મન:પર્યાયપ્રત્યક્ષ. આ અવધિજ્ઞાનાવરણીય કર્મને સોપશમ થવાથી દેવ અને નારક જીને પ્રધાનપણે ભવરૂપ નિમિત્તને લઈને અને એજા ને સમ્યગદર્શન વિગેરે ગુણેને લઈને રૂપી દ્રવ્ય માત્રને વિશેષરૂપથી પ્રકાશ કરવાવાળું જે જ્ઞાન ઉત્પન્ન થાય તે અવધિપ્રત્યક્ષ કહેવાય. તેના અવાન્તર ઘણા ભેદો છે. તે અત્ર કહેવામાં આવ્યા નથી. વિશેષ ઇચ્છાવાળાને વિશેષાવશ્યકનું જ્ઞાનપ્રકરણ જેવાથી વિશેષ માહિતી મળી શકશે. મન પર્યયજ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશમને લઈને ઉત્તમ લબ્ધિવંત અને નિર્મલ અપ્રમત્ત ભાવના ચારિત્રવાળા મહર્ષિને સંજ્ઞી પંચેન્દ્રિય જીવેએ મનન કરવા માટે ગ્રહણ કરેલા મને વર્ગણ દ્રવ્યને સાક્ષાત્કાર જે જ્ઞાન દ્વારા થાય તેને મન પયયજ્ઞાન કહેવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org