________________
જૈનદર્શન.
કના જ્ઞાનવાળાને માટે જિનકલ્પને નિષેધ પણ કરવામાં આવ્યા છે. તેનું કારણ એ છે જે ધર્મોપદેશ, દીક્ષા આપી ભવ્યાત્માનું કલ્યાણ કરાવવું વિગેરે પરોપકાર સ્થવિરકલ્પ દ્વારા જ વિશેષ Rપથી થઈ શકે છે. આ અધિકાર ધર્મ સંન્યાસવાળા સ્થવિર કવિપકને સમજ.
- હવે જિનકલ્પને અધિકાર કોને છે તે સમજાવવામાં આવે છે.
નવમા પૂર્વના ત્રીજા વસ્તુ નામના પ્રકરણવિશેષથી લઇને દશમા પૂર્વથી કંઈક એાછા જ્ઞાનવાળે હોય, સ્થવિરકલ્પના સપૂર્ણ ગુણથી યુક્ત હય, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક,
વિર, ગણાવી છેદકમાંથી કે એક પણ સુશિષ્ય નિષ્પન્ન થયા બાદ, કઈ પણ તે સિવાય બીજું સાધવા લાયક કાર્ય સાધવાનું બાકી ન હોય, પ્રથમ સંહનનવાળે હય, મનની દઢતા પણ ઘણી મજબૂત હોય અને વિચારને લગારમાત્ર પણ ગોપવવાવાળે ન હોય, પાંચ પ્રકારથી જિનકલ્પની તુલના કરી પોતાના આત્માની બરાબર પરીક્ષા કરેલી હોય, અને મારે વીતરાગની જ આજ્ઞા પ્રમાણ છે એવા પરિણામથી સમ્યગદાન -જ્ઞાનચારિત્રરૂપ રોગની વૃદ્ધિ માટે ઉત્સાહશીલ હેય, અને જેની પાસે ઉત્તમ પ્રકારની લબ્ધિ હેય, તેવા યતિ મહાત્માને માટે જિનકલ્પ શ્રેષ્ઠ છે. આ જિનકલ્પમાગે પ્રથમ સંહાન શરીરવાળા સિવાય બીજા શરીરવાળાથી ગ્રહણ કરી શકાય તેમ છે જ નહિ, માટે વર્તમાન કાળમાં તેવા પ્રકારના શરીર વિગેરેના અભાવે તેને પણ અભાવ સમજ. સ્થવિરકલ્પમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org