________________
તસ્વાખ્યાન.
વા, પાત્ર વિગેરે ધર્મોપકરણને ઉપગ રાખી દષ્ટિ પ્રતિલેખનાપૂર્વક સારી રીતે પ્રમાર્જન કરી લેવા મૂકવાની ક્રિયા કરવી તે આદાન-નિક્ષેપસમિતિ કહેવાય છે.
ઉચ્ચાર, પ્રવણ, કફ વિગેરે પ્રતિષ્ઠાપન કરવા લાયક ચીજોનું છવાકુલ વિનાના સ્થાનમાં ઉપગ રાખી બરાબર દષ્ટિપાત કરી પ્રતિષ્ઠાન કરવું તે ઉત્સસમિતિ કહેવાય છે. સમ્યક્ પ્રવૃત્તિનું નામ સમિતિ સમજવું.
ગુમિનું સ્વરૂપ - કલ્પનાના સમૂહને ત્યાગ કરી, સમભાવમાં સ્થિર થઈ, આત્મતત્વના ચિન્તનમાં મનને લગાવવું તે ૧ મને ગુપ્તિ કહેવાય છે. સંજ્ઞા વિગેરેના પરિહારપૂર્વક ઉપયોગ રાખીને જગતનાં તનું મનન કરવું તે ૨ વચનગુપ્તિ કહેવાય છે. ઉપગને પ્રસંગ આવે તે પણ ધ્યાન કરનારે ધ્યાનાવસ્થામાં શરીરને રિથરપણે રાખવું તે ૩ કાયગુપ્તિ કહેવાય છે.
ઉચ્ચ કેટિમાં આરૂઢ થવાની પરમપવિત્ર આત્મકલ્યાણની ભાવના સિવાય ઉપર્યુંકત તમામ પ્રકારને અસંગભાવને આચાર બની શકે જ નહિ. રાગ-દ્વેષપણાની વૃત્તિને દબાવવી એ સાધુપણાને મુખ્ય ઉદ્દેશ છે. આધિ, વ્યાધિ, ઉપાધિ વિગેરેથી સર્વથા રહિત, પરમાનન્દસ્વરૂપ મેક્ષ સાધુપણાનું કુળ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org