________________
તેવાખ્યાન.
રાખવે, પરન્ત મર્યાદાને ઓળંગીને ઘણા પરિચયમાં આવવું નહિ, કારણ કે તેથી અવજ્ઞા થવાને સંભવ રહે છે. તથા ધામિક સદાચારવાળા અને જે જ્ઞાનથી વૃદ્ધ હોય તેમની ઉચિત સેવા કરવી, કારણ કે તે દ્વારા સારે ઉપદેશ મળે, તેઓનું દર્શન પણ થાય અને ઘટિત સ્થાનમાં વિનય કરવાનું શિક્ષણ પણ મળે. માટે ગૃહએ આ આચાર ભૂલવા જેવું નથી.
ત્રિવર્ગ સાધવાને આચાર,
જે દ્વારા દેવગતિ વિગેરે સારી ગતિ મળે અને છેવ મોક્ષ પણ મળે તે ધર્મ કહેવાય.જેથી દરેક પ્રજનની સિદ્ધિ થાય તે અર્થ કહેવાય. જે દ્વારા ઇદ્રિને પ્રીતિ ઉત્પન્ન થાય તે કામ કહેવાય. આ ત્રણ વર્ગનું એક બીજામાં બાધા ન પહોંચે તેવી રીતે સેવન કરવું. તેમાં પણ ધર્મ, અર્થને છેડીને એકલા કામનું જે સેવન કરવામાં આવે તે જંગલના ઉન્મત્ત, હાથીની માફક કેવલ આપત્તિના ભાગી થવાને પ્રસંગ આવે. માટે ધર્મ, અર્થમાં બાધા ન થાય તેવી રીતે વર્તવું. ધર્મનું ઉલ્લંઘન કરી જે કેવલ અથેનું ઉપાર્જન કરવામાં આવે તે હાથીને મારવાવાળા સિંહની માફક કેવલ પાપના જ ભાગી થવાને પ્રસંગ આવે, માટે ગૃહસ્થ અર્થની માફક ધર્મનું પણ પરિપાલન બરાબર કરવું. તથા અર્થ અને કામને છેવ ધર્મનુંજ જે સેવન કરવું હોય તે ગૃહસ્થપણું છોડીને સાધુ થવું જ ઘણું શ્રેષ્ઠ છે, એકલા ધર્મનું જ સેવન ગૃહસ્થથી થઈ શકે નહિ. આથી એ ભાવે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org