________________
૧૦
તત્ત્વાખ્યા.
-
-
ખરાબ હેવાથી તેના સહવાસમાં આવતાં બાલકની બુદ્ધિ બગડતાં વાર લાગે નહિ, માટે પાડોશી પણ સારાં હેવાં જોઈએ તેમ એક બીજાની સાથે અત્યન્ત લગોલગ પણ બનાવવાં નહિ, કારણ કે તેના સ્થાનમાં અગ્નિ વિગેરેના ઉપદ્રવની પણ જરૂર. સંભાવના થઈ શકે છે. તથા દરિદ્રના ઘરની સાથે પિતાનું ઘર સંબદ્ધ હોવાથી ઘરની શોભા પણ ચાલી જાય માટે અત્યન્ત ગુપ્ત ઘર બનાવવું નહિ. તથા જવા આવવાના દરવાજા પણ અનેક રાખવા નહિ, કિન્તુ પરિમિત રાખવા; કારણ કે તેમ નહિ કરવાથી દુષ્ટ લેકે તરફથી અનેક જાતના ઉપદ્રવ થવાને પ્રસંગ આવવાને. ઉપર્યુક્ત ગુણવાળું ઘર બનાવવાથી પિતાનું મન સર્વદા શાન્તિમાં રહેવાથી ધર્મ કરવામાં ઉત્સાહિત થાય છે. માટે ગુણવાળું ઘર બનાવવું એ પણ ગૃહસ્થને આચાર છે.
વેષ અને ધનના વ્યયને વિચાર, જેવું પાસે ધન હોય, જેવી અવસ્થા હોય, જેવું નિવાસ થાન હોય તેને ચગ્ય ગૃહસ્થોએ વેષ ધારણ કરે. એથી વિરુદ્ધવેષ કરવાથી લેકમાં નિદાપાત્ર અને હાસ્યાસ્પદ બને છે. જે ઉચિત રૂપથી પ્રસન્નવેષવાળે હેય તે પુરૂષ લેકમાં મંગલમૂતિ કહેવાય છે, અને લક્ષ્મીનું કારણ પણ મંગલ થઈ શકે છે. માટે વેષ પિતાને ઉચિત જ ધારણ કર..
તથા જેવા પ્રકારની આવક હોય તેને અનુકૂળ ધનને વ્યય કરે, પરંતુ તેથી વિપરીત રીતે વર્તવું નહિ. ધનના ચાર વિભાગ પાડવા. પ્રથમ ભાગ ભંડારમાં સ્થાપન કર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org