________________
જૈનદર્શન
શકે છે. અને તેવા પ્રકારના ધનને દેખી લેકે ને ધન ઉપર પણ જરૂર દષ્ટિપાત થાય, કે બીજાને ઠગીને આ દુષ્ટ કેવી રીતે ધનને ઉપયોગ કરે છે–આ શંકા ધનને જોઈ ઉત્પન્ન થાય છે,
આ બંનેમાંથી કઈ પણ શંકાને અવસર ન્યાયથી ઉપાર્જન કરેલ ધનવાળા ઉપર આવવાને સંભવ રહેતું નથી. ઉલટી લેકમાં તેની તારીફ થાય છે, કે આ મનુષ્ય કેવો નીતિવાળે છે, વાહ ધન્ય છે. એવી રીતે લેકની સ્તુતિને પાત્ર થાય છે.
પૂર્વોકત નીતિથી ઉપાર્જન કરેલ દ્રવ્યને ઉત્તમ ગુણવાળા અને પવિત્ર આચારવાળા સાધુ મહાત્માઓને અન્નપાન, વસ્ત્ર, પાત્ર, વસતિ, ઔષધ વિગેરે પ્રદાન દ્વારા તથા દીન, અનાથ, દુઃખી, રેગી, અપંગ વિગેરેને ઉચિત પ્રદાન દ્વારા સદુપયોગ કરવાથી આ લેકમાં યશ, કીર્તિ, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે અને નિષ્કામનાથી આપેલું હોવાથી આપનાર પરેલેકમાં મોટા કલ્યાણને ભાગી થાય છે, અન્યાયનું દ્રવ્ય તે અહિત સિવાય બીજું કાંઈ પણ કરી શકે તેમ નથી; માટે ન્યાય જ અર્થની પ્રાપ્તિમાં પરમ ઉપાય છે. જેમ તળાવની અંદર દેડકાં વિગેરેને બોલાવવાની જરૂર પડતી નથી તેમ ન્યાયશીલ પુરૂષને લક્ષમીનું આમંત્રણ કરવાની કોઈ પણ જરૂર રહેતી નથી. . કિચ, ધર્મબિન્દુ વિગેરે શાસ્ત્રોકત ન્યાયથી વ્યાપાર જવાવાળાને ધનની પ્રાતિમાં પ્રતિબન્ધરૂપ લાભાન્તરાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org