________________
૧૪
તવાખ્યાન.
તેમાં પ્રમાણ શું? પ્રત્યક્ષથી તે કઈ પણ માની શકે તેમ નથી. તેવા પ્રકારનું દૃષ્ટાંત, હેતુ વિગેરે ન મળવાથી અનુમાન પણ થઈ શકે તેમ નથી. આપને આગમ વિવાદગ્રસ્ત હોવાથી તે પ્રમાણ રૂપ થઈ શકે તેમ નથી. ઉપમાન અને અર્થપત્તિ એ બને અનુમાનમાં અન્તર્ગત હોવાથી અનુમાન પ્રમાણે અનુપયેગી છે. સારાંશ કે પાંચ પ્રમાણે માંથી એક પણ પ્રમાણુ યજ્ઞ વિગેરેમાં મરનાર પશુઓને સ્વર્ગ મળે છે ” એ કથનને સિદ્ધ કરવામાં સાધનભૂત થતું નથી, તેથી એ કથન અપ્રામાણિક છે, એ સ્પષ્ટ થાય છે. વસ્તુસ્થિતિ વિચારતાં એમ સમજાય છે કે-કેવળ માંસમાં આસક્ત બનેલા લેકે એ એ કથન કલ્પી કાઢેલું, હશે સ્વર્ગમાંથી આવી તે પશુ-એ મીમાંસક જેવા માંસભક્ષી મનુષ્ય સિવાય કઈ મહાત્માના કાનમાં કહ્યું જાણ્યું નથી કે-યામાં મરવાથી અહે સ્વર્ગ માં ગયા છીએ.”
પૂર્વ પક્ષ–મનુસ્મૃતિ વિગેરે ધર્મશાસ્ત્રમાં ખાસ સૂચવેલ છે કે-યજ્ઞ માટે મરણ પામેલાં પશુ-પક્ષીઓ ઉચ્ચગતિ પામે છે. જૂએ તે પાઠ –
औषध्यः पशवो वृक्षास्तिर्यचः पक्षिणस्तथा। यज्ञार्थ निधनं प्राप्ताः प्राप्नुवन्त्युच्छ्रितं पुनः ॥ मधुपर्के च यज्ञे च पितृ-दैवतकर्मणि । अत्रैव पशवो हिंस्या नान्यत्रेत्यब्रवीन्मनुः ! एष्वर्थेषु पशून हिंसन् वेदतत्त्वार्थविद् द्विजः ।। आत्मानं च पशुं चैव गमयत्युत्तमां गतिम् ।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org