________________
૧૩૨
તવાખ્યાન.
એકત્ર થયા છે?, હા ! કઈ બચાવે, કેઈ બચાવે.” એ હેમાતા જીના મુખ પરની દીનતા, કાતરદષ્ટિ એમના આર્તધ્યાન-દુર્થોનને સૂચવે છે, એ જોઇ પત્થર જેવા કઠણ હૃદયના પ્રાણીઓ પણ ઘણીવાર કંપી ઊઠે છે. આમ હોવા છતાં એ યજ્ઞમાં હેમાતા છને આર્તધ્યાન થતું નથી, એમ કેમ કહેવાય?
પૂર્વ ––લેઢાને ગેળે ભારે હોવાથી ડૂબવાના સ્વભાવાળે છે, તે પણ તેને ઘીને સૂમ, પાતળે, પતરાના આકારવાળે બનાવવામાં આવે છે, ત્યારે તે પાણી ઉપર તરી શકે છે. અથવા વિષ જે કે મારવાના સ્વભાવવાળું છે, તે પણ મંત્ર વિગેરે સંસ્કારથી સંસ્કૃત થવાથી ઊલટું તે ગુણકારિ થાય છે. બાળવાના સ્વભાવવાળે પણ અગ્નિ સતીઓના સતીત્વના પ્રભાવથી દાહકશતિરહિત થઈ જાય છે. એવી રીતે મંત્ર વિગેરે વિધિપૂર્વક સંસ્કાર કરવાથી વેદમાં વિધિરૂપ વિહિત હિંસા દોષપાત્ર જ નથી. તેમાં હિંસાની આશંકા કરી શકાય જ નહિ, કારણ કે વેદવિહિત હિંસા કરનારા યાજ્ઞિક લેકે સારી રીતે પૂજાના પાત્ર બને છે.
- ઉત્તર-પૂત કથન નિર્દય મનુષ્યની સભામાં કદાચ શેભે, પરંતુ અહિંસાદેવીના પરમ ઉપાસકો-આયને તે તેવા શબ્દનું શ્રવણ પણ કાનમાં તપાવેલ સીસુ રેડવા જેવું લાગે. કિંચ, કસાઈ જેવા નિર્દેય લેકે પણ તેવું ઉચ્ચારણ કરતાં અચકાય-મનમાં સંકેચાય. કસાઈ પણ કદાચ એમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org