________________
૧૨૬
વેશ્યા છે એમ કાઇ બુદ્ધિશાલી ખાલી શકે નહિ. આવી રીતે અનુમાન પ્રમાણ સર્વજ્ઞનું ખાધક થઈ શકતું નથી.
તત્ત્વાખ્યાન.
હવે આગમ પ્રમાણ સર્વજ્ઞનુ. ખાધક નથી, તે દર્શાવવામાં આવે છે. શું પૌરુષેય આગમ સર્વજ્ઞના બાધક છે ? અથવા અપૌરુષેય ? આમ એ પ્રશ્નને ઉપસ્થિત થાય છે. તેમાંથી અપૌરુષેય આગમ ડાઇ શકે નહિ એ પૂર્વે પ્રતિપાનિંત થઇ ગયેલ હોવાથી તે સત્તના ખાધક થઈ શકે તેમ નથી. વચન ત્યારે જ પ્રામાણિક ગણી શકાય, કે જ્યારે તે વચનના વકતા ગુણવાળા હાય. જ્યાં કાઈ વકતા જ ન મનાય, ત્યાં તે ગુણુરહિત છે કે ગુણસહિત છે તેની ચર્ચા જ અસ્થાને છે. કિ`ચ શિયળર્ચ: સર્યા: ' ઇત્યાદિ વેદવાકચા સર્વજ્ઞને પ્રતિપાદન કરનાર તરીકે ઉપલબ્ધ થાય છે, તા અપારુષેય તરીકે કલ્પેલ આગમ પણ સર્વજ્ઞની સત્તા જ સ્વીકારે છે. પૌરુષેય આગમ સર્વજ્ઞને નિષેષક ડાઇ શકે નહિ. કારણ કે-સ્વયં સજ્ઞ પુરુષ પોતાના નિષેધ કરે એમ કેવી રીતે માની શકાય ?
.
.
ઉપમાન પ્રમાણ પણ સર્વજ્ઞનું ખાધક નથી, કારણ કે ઉપમાન અને ઉપમેય આ બંને પદાર્થો જ્યાં પ્રત્યક્ષ હાય, ત્યાં જ ઉપમાન પ્રમાણની પ્રવૃત્તિ હોય છે. આપના મતમાં જ્યારે સર્વજ્ઞ જ સ્વીકારાયેલ નથી, ત્યારે તેના બાધક અથવા અબાધકના વિચાર શી રીતે થઇ શકે ?
અર્થોપત્તિપ્રમાણ પણ સ્રજ્ઞનુ બાધક બની શકે નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org