________________
મીમાંસકદર્શન.
૧૨૩
બાહ્ય આંતર મને વિનાશ થતે જોવામાં આવે છે. અને સંપૂર્ણ કારણસામગ્રી મળતાં સંપૂર્ણ મલ દૂર થવાથી સુવર્ણ નિર્મલ બની જાય છે, તેમ આત્માની સાથે અનાદિ કાળથી પ્રવાહ રૂપે લાગેલાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અન્તરાય એ ચારે ઘાતિકર્મોને પણ સમ્યગદર્શન, સમ્યમ્ જ્ઞાન, અને સમ્યફ ચારિત્રરૂપ અષ્ટાંગ યેગની સામગ્રી દ્વારા ક્ષય થવાથી આત્માના મૂળગુણરૂપ કેવળ (સંપૂર્ણ) જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સર્વ પદાર્થોને સાક્ષાત્કાર કરાવનારું આવું જ્ઞાન જેને થયેલું હોય, તે જ સર્વજ્ઞ કહેવાય છે. સર્વજ્ઞપણના કારણને દર્શાવનારા આ કથનથી “સર્વજ્ઞપણાના કારણને ઉપલંભ ન હોવાથી સર્વજ્ઞ છે જ નહિ” એવી મીમાંસકોની માન્યતા મુકિતવિકલ-અસત્ય જણાઈ આવે છે.
હવે કદાગ્રહના વશથી એમ કહેવામાં આવે કે “સર્વજ્ઞ. ના કેઈ કાર્યને ઉપલંભ ન થતું હોવાથી સર્વજ્ઞ છે જ નહિ. આવું કથન પણ અયુક્ત છે. કારણ કે સર્વજ્ઞનું કાર્ય અવિસંવાદી ઉપદેશરૂપ આગમો (જૈનાગમે) વર્તમાન કાળમાં પણ વિદ્યમાન છે, એથી પૂર્વોકત કથન અદૂરદર્શિતાને સૂચવે છે. - કિચ, સર્વના વ્યાપકને ઉપલંભ ન હોવાથી સર્વજ્ઞ છે જ નહિ.” એમ કહેવામાં આવે, તે તે કથન આકાશપુએ જેવું ગણાય, કારણ કે સર્વજ્ઞપણનું વ્યાપક સર્વ પદાર્થનું સાક્ષાત્કાર કરવાપણું અનુમાન દ્વારા સિદ્ધ છે. જુઓ - .... अस्ति कश्चित् सर्वपदार्थसाक्षात्कारकारी, तद्ग्रहण
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org