________________
૧૨૦
તવાખ્યાન.
હોવાથી તે અનુમેય છે, તે પણ પર્વતમાં જે પુરુષ અગ્નિની પાસે છે, તેને તે તે પ્રત્યક્ષ છે. તેમ સૂમ, સ્થૂલ, વ્યવહિત, પ્રકટ વિગેરે ત્રણે કાલના પદાર્થો પણ અનુમાનને ચગ્ય હોવાથી આપણને તે પ્રત્યક્ષ ન હોવા છતાં, કોઈ પણ વ્યક્તિને તે પ્રત્યક્ષ હોવા જોઈએ. અને તે સમસ્ત પદાર્થો જેને પ્રત્યક્ષ હોય, તેને સર્વજ્ઞ માન જોઈએ. તેવા પ્રકારના સર્વશને માનવામાં કઈ પણ બાધક પ્રમાણ છે જ નહિ. આપે માનેલ પ્રત્યક્ષ પ્રમાણ પણ પદાર્થનું કારણ નથી. કારણ કે જે પ્રત્યક્ષ નથી, તેવા પદાર્થો પણ દેશવિશેષ તથા ગુફાઓ વિશેરેના વ્યવધાનમાં રહેલા છે, જે આ ઠેકાણે પ્રત્યક્ષને પદાર્થનું કારણ માનવામાં આવે (અર્થાત પદાર્થનું કારણ પ્રત્યક્ષ છે, એમ માનવામાં આવે, તે જે પ્રત્યક્ષ ન હોય તે પદાર્થો પણ ન હેય-જગતમાં તેવા પદાર્થો પણ ન હોવા જોઈએ. માટે પ્રત્યક્ષ પદાર્થનું કારણ નથી, તેમ પ્રત્યક્ષ પદાર્થનું વ્યાપક પણ થઈ શકે તેમ નથી, કદાચ તેમ માનવામાં આવે તે પ્રત્યક્ષની નિવૃત્તિમાં પદાર્થની પણ નિવૃત્તિ થવી જોઈએ. જેમ અગ્નિને નાશ થવાથી ધૂમને નાશ થાય છે, તેમ પ્રત્યક્ષને નાશ થવાથી પદાર્થને પણ નાશ થવો જોઈએ. આમ અનેક વિપત્તિ આવતી હોવાથી પ્રત્યક્ષ પ્રમાણ સર્વજ્ઞની સિદ્ધિમાં બાધક થઈ શકતું નથી.
- અનુમાન પણ સર્વજ્ઞની સિદ્ધિમાં બાધક નથી. કારણ કે-અનુમાન તે ધર્મ, સાધ્ય અને સાધન આ ત્રણ સિવાય થઈ શકે નહિ. હવે ધર્મથી આપ શું સર્વને લેવા ચાહે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org