________________
૧૧૪.
તન્વાખ્યાન,
શ્રાવકપ્રજ્ઞપ્તિ વેદ, સંસારાદર્શ વેદ વિગેરેમાંથી લીધેલા છે. વસ્તુતઃ વેદમાં સ્વતઃ કઈ પણ સાર જેવું જણાતું નથી. જેમ રાજકુલમાં જેટલાં રત્ન જોવામાં આવે છે, તેટલાં રત્ન ત્યાંથી જ ઉત્પન થયેલાં છે એમ માનવામાં કંઈ પણ પ્રમાણ નથી; કિન્તુ રત્નાકર વિગેરેમાંથી આવેલાં છે, એમ સર્વ કઈ માને છે. તેમ જૈનપ્રવચનના એક ભાગરૂપે વિદ્યાપ્રવાદ નામના પૂર્વમાંથી જ તમામ સારા સારા મને લેવામાં આવ્યા છે. એતાવતા તે અંગે વેદના જ છે, એમ કેમ કહી શકાય? જેમ ચેરીના ધનથી કેઈ પણ પુરુષ ધનવાનું કહેવાતું નથી. તેવી રીતે ચરેલા મંત્રથી વેદ પણ મંત્રવાળે કેવી રીતે કહી શકાય ? આમ જ્યારે મંત્રશક્તિ જ પારકી છે, ત્યારે તે દ્વારા વેદમાં અપૌરુષેયત્વ કયાંથી સિદ્ધ થઈ શકે?
કિંચ, જે વચન અવિસંવાદિ હોય, તે જ પ્રમાણભૂત થઈ શકે; અવિસંવાદિતા વક્તાના ગુણેને આધીન છે. જેમ નેત્રમાં કમળો વિગેરે રેગ થવાથી શંખ વિગેરે ની વસ્તુ પણ પીળી જોવાય છે, તેમ જેની જ્ઞાનરૂપી આંખમાં મિથ્યાદર્શનરૂપી રેગ થયો હોય, તે મનુષ્ય પણ સાચી વસ્તુને જુઠી અને જૂહીને સાચી માને છે. જેની આંખ દેષરહિત હય, તે મનુષ્ય વસ્તુ જેવી હોય તેવી જ દેખે છે, તેમ જેનું જ્ઞાન સમ્યગદર્શન પૂર્વક હય, તે જ મનુષ્ય વાસ્તવિક પદાર્થનું વાસ્તવિક જ્ઞાન મેળવી શકે છે. પ્રસ્તુતમાં જેને વક્તા રાગાદિ દવાળે હોય, તેનું વચન વિસંવાદિ હોય છે, અને જે
ને વકતા વીતરાગ હોય, તેનું વચન અવિસંવાદી હોય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org