________________
૧૦
તત્ત્વાખ્યાન
કહી શકાય કે-જેમ આ ગ્રંથ અપૌરુષેય છે, તેમ વેદોને પણ અપૌરુષેય માનવા. પરંતુ એ વાત તે આકાશપુપ જેવી છે, તે પછી કેની ઉપમા આપીને વેદમાં અપૌરુષેયત્વ સિદ્ધ કરવામાં આવે ?
અથપત્તિ પ્રમાણની પ્રવૃત્તિ પણ તેમાં થઈ શકે તેમ નથી, કારણ કે-પ્રવૃત્તિ ત્યારે થાય કે જ્યારે તે સિવાય પદાથની ઉપપત્તિ ન થઈ શકતી હોય, પરંતુ આ ઠેકાણે તેમ છે જ નહિ. કેમકે અર્થપત્તિ માન્યા સિવાય પણ વેદમાં પરુયત્વ બીજ પ્રમાણે દ્વારા બરાબર સિદ્ધ થાય છે, ત્યારે તપસ્વિની બિચારી અર્થપત્તિ આવીને શું કરવાની?
આવી રીતે પાંચ પ્રમાણમાંથી એક પણ પ્રમાણ વેદના અપારુષેયત્વને સિદ્ધ કરી શકતું નથી.
વેદમાં પરુષેયત્વની સિદ્ધિ : આસ પુરુષનું વચન જ પ્રામાણિક કહેવાય, કારણ કે તે બનેને પરસ્પર કાર્ય–કારણભાવ છે. આ પ્રવચન કહેવાથી તેમાં પ્રામાણિકપણું અને તેમાં પ્રામાણિકપણું હેવાથી તે આપ્તવચન તરીકે ઓળખાય છે. આ ઠેકાણે બીજ–અંકુરની માફક કાર્ય-કારણભાવ માનવામાં આવેલ હોવાથી અન્યાશ્રયદેષ અથવા અનવસ્થાદેષ એ બેમાંથી એકેની આશંકાને સ્થાન જ નથી. ભાવાર્થ-અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થવાથી આપ્તવ. ચનની ઉત્પત્તિ થાય છે અને આપ્તવચન પ્રામાણિક હોવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org