________________
- મીમાંસકદર્શન.
શત્રુના નિગ્રહમાં અને ભકતેના અનુગ્રહ કરવામાં તત્પર થનાર તથા કામની વાસનામાં અત્યાસક્ત રહેનાર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વિગેરે રાગ દ્વેષી દેવામાં સર્વજ્ઞત્વ વધ્યાપુત્રસમાન અસંભવિત છે. સર્વજ્ઞતા સિદ્ધ કરવામાં પ્રત્યક્ષ વિગેરે પ્રમાણે ઉપએગમાં આવી શકે તેમ નથી, કારણ કે પ્રત્યક્ષ, ઈન્દ્રિયો સાથે સંબંધ ધરાવનાર વસ્તુને ગ્રહણ કરી શકે; સર્વજ્ઞત્વ તે અતીન્દ્રિય છે. અનુમાન, પ્રત્યક્ષથી જોયેલા પદાર્થમાં પ્રવૃત્તિ કરતું હોવાથી તે દ્વારા પણ સર્વજ્ઞત્વ સાધી શકાય તેમ નથી. આમ
જ્યારે સર્વજ્ઞ જ સિદ્ધ થતું નથી, ત્યારે તેનાં રચેલાં આગમે તેની સિદ્ધિમાં સાધનભૂત કેવી રીતે થઈ શકે? તથા તેના જે અન્ય સર્વજ્ઞ ન હોવાથી ઉપમા પણ કેવી રીતે આપી શકાય? તેમ જ સર્વજ્ઞ વિના કઈ પણ વસ્તુની અનુપત્તિ નથી તેના વિના કોઈ કાર્ય અટકતું નથી, ત્યારે અથપત્તિ પ્રમાણથી પણ તે સર્વજ્ઞની સિદ્ધિ કેવી રીતે સંભવે? એથી સર્વજ્ઞને અભાવ સિદ્ધ થાય છે. કહ્યું છે કે –
प्रमाणपञ्चकं यत्र वस्तुरूपे न जायते। वस्तुसत्ताऽवबोधार्थ तत्राभावप्रमाणता ॥
–શ્લોકવાતિક પૃ. ૧૮૩ ભાવાર્થ–જે વસ્તુસ્વરૂપમાં ભાવરૂપ પાંચે પ્રમાણેની પ્રવૃત્તિ ન થાય, ત્યાં વસ્તુના બેધને માટે અભાવ પ્રમાણુ માનલામાં આવે છે. ' , , ,
પ્રત્યક્ષ વિગેરે કઈ પ્રમાણથી સિદ્ધ થતું ન હોવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org