________________
મીમાંસકદર્શન.
અનેક વિભૂતિ બતાવી શકે છે, તે આ વસ્તુઓ ઈશ્વરની પૂજા નિમિત્તે દેવેએ બનાવી છે અને ઈન્દ્રજાળ વિગેરેથી નથી બની એ કેવી રીતે સમજી શકાય ? અંહિ સંશયને અવશ્ય અવકાશ મળે છે. અન્યત્ર કહ્યું છે કે
देवागम-नभोयान-चामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥
-સમન્તભકૃત આપ્તાગમસ્તોત્ર. ભાવાર્થ –દેવેનું આગમન, આકાશગમન, ચામરો વિગેરેની વિભૂતિ માયાવીઓમાં પણ જોવામાં આવે છે, એથી આપ અમારા મહાન છે એમ નથી. સારાંશ કે આવા ઐશ્વર્ય–માત્રથી સર્વજ્ઞ કદાપિ માની શકાય નહિ.
- પ્ર જેમ અનાદિ કાળથી ખાણમાં રહેલ અશુદ્ધ સુવર્ણ પણ ક્ષાર, અને માટીના પુટપાક વિગેરે પ્રયોગોથી શુદ્ધ નિર્મળ બની જાય છે, તેમ આત્મા પણ નિરંતર જ્ઞાન વિગેરેના અભ્યાસ દ્વારા અજ્ઞાનરૂપ મલરહિત થવાથી સર્વજ્ઞ કેમ ન થઈ શકે?
ઉ૦ આપનું પૂર્વોક્ત કથન અયુક્ત છે, કારણ કે અભ્યાસ દ્વારા વિશુદ્ધિની તરતમતા થઈ શકે, પરંતુ અલ્પજ્ઞત્વને તજી તદ્દન નિર્મળ સર્વજ્ઞત્વ કદાપિ થઈ શકે નહિ. જેમ મનુષ્ય કૂદવાને ગમે તેટલે અભ્યાસ કરે, તે પણ ૧૦, ૨૦, ૩૦૪૦ કે અમુક હાથ પર્યત જ દી શકે. કેઈએ કદાપિ એવું તે નહિ જ સાંભળ્યું હોય કે ફૂદવાને અભ્યાસ કરવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org