________________
મીમાંસકદન.
લીધે નથી અને દ્વેષમાત્રથી અન્ય આગમને ત્યજતા નથી, કિન્તુ મધ્યરથ દષ્ટિએ યુક્ત જણાય તેને સ્વીકાર કરીએ છીએ અને યુક્તિવિરુદ્ધ જણાય તેના તરફ ઉદાસીનતા ધારણ કરીએ છીએ. '
આવી રીતે રાગ-દ્વેષ દૂર કરી મધ્યસ્થભાવે યુક્તિયુક્ત સ્વીકારવાનું અને યુક્તિવિહીન-તત્વવિચારવજિતરાગ-દ્વેષના સામ્રાજ્યવાળા મત તરફ પણ ગાલિપ્રદાન ન કરતાં હેય ગણવાનું જે દર્શનમાં જણાવ્યું હોય તે ઉત્તમ ગણાય; પરંતુ તે નાસ્તિક છે, અદર્શનીય છે, એને સ્પર્શ કરવામાં પાપ છે, ઇત્યાદિ દ્વેષબુદ્ધિથી પ્રલાપ કરે તે યુકત નથી. કિંચ જે લોકે લિગને ઇશ્વર તરીકે માનીને પૂજતા હોય, જેના ઈશ્વર સીને અધગમાં રાખી રહ્યા હોય અથવા સ્ત્રીના કંઠમાં હાથ નાખી ક્રીડા કરી રહ્યા હોય તેવા કામ ઈશ્વરને માનનાર, વીતરાગ પ્રત્યે દેષ ધરાવે એ વિચિત્રતા નહિં તે બીજું શું ? જેઓના દેવ રાગી હોય, જેઓના ગુરું પરિગ્રહધારી-ગૃહસ્થની જેમ જ માણતા હોય,ગના અગેથી–ચમ, નિયમ વિગેરેથી ઘણું દુર હેય,જેઓના ધર્મમાં અહિંસાનું સ્વરૂપ સૂક્ષ્મતાથી સૂચવ્યું ન હોય, તેવા દેવ, ગુરુ અને ધર્મના અવલંબનથી સંસાર-સમુદ્ર તરી પાર પામવાની ઈચ્છા રાખવી તે લોઢાની હેલમાં બેસી સમુદ્રને પાર પામવાની ઈચ્છા શખવા જેવું છે. એથી મુમુક્ષુ જીએ કદાગ્રહ તજી, પક્ષપાત રહિત બની, સત્ય દેવ-ગુરુધર્મની ગવેષણા કરી, તેનું જ અવલંબન લેવું જોઈએ; કે જેથી આત્મસિદ્ધિને મરથ સફળ થાય. તથાસ્તુ. - પ્ર. ૧૩ વેદાન્ત-મીમાંસા સમામા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org