________________
મીમાંસકદર્શન.
છે, લવણસમુદ્રમાં ચાર ચન્દ્ર અને ચાર સૂર્ય છે, ધાતકીખંડમાં બાર ચન્દ્ર અને બાર સૂર્ય, કાલેદ સમુદ્રમાં ૪૨ ચન્દ્ર અને ૪ર સૂર્ય, પુષ્કરાર્ધદ્વીપમાં ૭૨ ચન્દ્ર અને ૭૨ સૂર્ય છે. સર્વ મળીને માત્ર મનુષ્યક્ષેત્રમાં જ ૧૪૨ ચન્દ્ર અને ૧૪૨ સૂર્ય છે, એવું માનવામાં આવ્યું છે. ઉપર્યુક્ત અઢીદ્વિીપ સિવાય અન્ય અનેક દ્વીપના અને સમુદ્રના સર્વ ચન્દ્ર અને સૂર્યની સંખ્યા ગણવામાં આવે તે કરડે ચન્દ્ર અને સૂર્ય થઈ શકે, આ સંબંધી વિશેષ સવિસ્તર વિવેચન ચન્દ્રપ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વિગેરે ગ્રંથમાં જણાવ્યું છે. આ લેખનથી એ વિચારવાનું છે કે-શાસ્ત્રોમાં અનેક ચન્દ્ર અને સૂર્યનું પ્રતિપાદન સંભળાય છે, અને જળમાં ગતિકમે ફરતા ભરતક્ષેત્રના ચન્દ્રનું પ્રતિબિંબ પડવાથી અનેક ચન્દ્રનું દર્શન થયું. એથી એમ સમજવાનું નથી કે એક ચંદ્રના પ્રતિબિંબરૂપે જળમાં ઘણા ચન્દ્રને ભાસ થવા છતાં ચન્દ્ર અનેક મનાતા નથી, તેવી રીતે આત્મા માટે સમજવું.” કેમકે શાસ્ત્રોમાં અનેક ચન્દ્ર અને અનેક સૂર્યો હોવાનું જણાવ્યું છે. આ સંસ્કાર હૃદયમાં વસતાં આ સ્થળે એક ચન્દ્રનાં જળમાં જોવાતાં અનેક પ્રતિબિંબને બ્રાન્તિજન્ય જણાવવામાં આવે છે. પરંતુ આવું કથન તેઓ કરી શકે કે જે એ વાસ્તવિકરૂપે અનેક ચન્ને સ્વીકારતા હોય તેમના મતે એકનું અનેકરૂપે દેખાવું બ્રાન્તિજન્ય કહી શકાય. કિન્તુ જેમના મનમાં એક જ ચન્દ્ર અને તે પણ મિથ્યા બ્રાન્તિરૂપ મનાયે હોય તેવા બ્રાન્ત લેકેના મતમાં અનેક વિષયની ભ્રાન્તિ જ કેવી રીતે થઈ શકે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org