________________
મીમાંસકદર્શન.
99
- - -
-
-
-
એ નિત્ય છે કેમકે ઘડે ફૂટી જાય તે પણ તેનું માટીરૂપ મુદ્દ ગલ દ્રવ્ય તે હમેશાં બરાબર કાયમ રહે છે. આ ઉપરથી દિવ્યાર્થિકનયની અપેક્ષાએ ઘડે નિત્ય છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્ય છે એ કથન યુક્ત છે. - રાતા, કાળા, પીળા, ઘેળા, લીલા વિગેરે તમામ પ્રકારના ઘડાઓમાં આ ઘડે છે, આ ઘડે છે એવી સામાન્ય બુદ્ધિ થતી હોવાથી–સામાન્ય ધર્મને લીધે ઘડે સામાન્ય મનાય છે. અને “આ રાતે છે, આ પીળે છે, આ કાળે છે, આ ત્રાંબાને છે, આ લાકડાને છે, આ રૂપાને છે, આ પિત્તળને છે, એવી વિશેષ બુદ્ધિ થતી હોવાથી–વિશેષધર્મને લીધે ઘડે વિશેષ કહેવાય છે. આ પ્રમાણે ઘડામાં સામાન્ય અને વિશેષ ધર્મ સિદ્ધ થાય છે.
ઘડે માટીને બનેલું હોવાથી માટી-દ્રવ્યની અપેક્ષાએ ઘડા સત છે અર્થાત ઘડામાં માટીની સત્તા છે. અને તે ત્રાંબું, પિત્તળ, ચાંદી, સુવર્ણ, લાકડું વિગેરેથી ન બનેલે હેવાથી–તે ઘડામાં તે દ્રવ્યોની સત્તા ન હોવાથી તે દ્રવ્યની અપેક્ષાએ તે ઘડે અસત્ છે એમ કહી શકાય. તેમ જ ધૂલિયામાં બનેલે હોવાથી ધૂલિયા-ક્ષેત્રની અપેક્ષાએ તે ઘડે સત્ છે, પરંતુ અમલનેરમાં બનેલ ન હોવાથી અમલનેર-ક્ષેત્રની અપેક્ષાએ તે ઘડે અસત્ ગણાય. વસંતઋતુમાં બનેલ હોવાથી તે ઋતુની અપેક્ષાએ તે ઘડે સત્ કહેવાય, પરંતુ શિશિર વિગેરે ઋતુએમાં બનેલે ન હોવાથી તે અતુઓની અપેક્ષાએ તે ઘડે અસત્ મનાય. કાળી માટીથી બનેલું હોવાથી તે માટીની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org