________________
મીમાંસકદર્શન,
નષ્ટ થતાં પુનઃ ત્રીજે ઉત્પન્ન થાય છે. એવી રીતે દરેક પદા. ર્થમાં નિરન્તર ઉત્પાદ-વ્યય થયા કરે છે. શરીર વિગેરે સડનવતન-વિદવસને સ્વભાવવાળાં છે-ક્ષણે ક્ષણે રૂપાન્તર થતાં જોવામાં આવે છે. એમ જાણે સર્વત્ર રાગ-દ્વેષને ત્યાગ કરી, વૈરાગ્યભાવનામાં લીન થઈ કેવળજ્ઞાનરૂપ બ્રહ્મજ્ઞાનને માટે પ્રયત્ન કરવો આવશ્યક છે. અન્ય સર્વ દેય છે, માત્ર તે જ ઉપાદેય છે. વાસ્તવિક આત્માનું સ્વરૂપ બ્રહ્મજ્ઞાન જ સત્ય છે. સત્યે ત્રહ્મ ' એ શ્રુતિને આ જ અર્થ છે. બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત ર્યા સિવાય પરમમુકિત કદાપિ મળતી નથી.” આવા પ્રકારના પરમ મહર્ષિના અત્યુષ્ય આશયને જાણ્યા વિના ઉન્માર્ગમાં લઈ જનારા ભવાભિનન્દી કેવળ ભવભ્રમણ પિષે છે. તેથી એ ઉચ્ચ આશય તરફ લક્ષ્ય રાખી પ્રવૃત્તિ કરે, કે જેથી સ્વહિત સધાય.
અપરંચ બ્રહ્મ-ઉપાદાનભૂત માયાથી ઉત્પન્ન થતું જગત બ્રહ્મથી વિલક્ષણ કેમ હોઈ શકે? કેમકે-કારણને અનુકૂળ જ કાર્ય થાય એ સાર્વત્રિક નિયમ છે. જે બ્રહ્મ અરૂપી છે, તે બ્રહ્મ-ઉપાદાનભૂત માયા રૂપી હોય જ કયાંથી ? માયા અરૂપી બને, તે તે દ્વારા ઘટ, પટ વિગેરે રૂપી પદાર્થો અને અરૂપી આ કાશ વિગેરેની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે ? કોઈ પણ વ્યકિત આકાશને ઉપાદાનકારણ બનાવી તે દ્વારા ઘટ, પટ વિગેરે પદાર્થોની ઉત્પત્તિ ઇરછે, પરંતુ તે જેમ નિષ્ફળ નીવડે છે, તેમ વેદાન્તીઓની પૂર્વોક્ત ઈચ્છા અફળ થાય છે.
કિંચ, પ્રપંચ અને બ્રહ્મને સંબંધ પણ બરાબર યુક્ત નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org