________________
તવાખ્યાન-ઉત્તરાર્ધ.
પાસે પણ છે. આવી રીતે દરેક આત્માઓની પાસે સમાન અદ્ધિ હેવાથી જાતિની અપેક્ષાએ એક માનવામાં આવે તે તે દેષરૂપ નથી. જ્યારે હું આ સંસારના બન્ધનથી મુકત થઈશ, ત્યારે હું એક જ મુક્તિમાં જઈશ. સત, ચિત અને આનન્દ સિવાય બીજું કંઈ સાથે આવવાનું નથી. આ સંસાર એ અસાર છે-તદ્દન મિથ્યા છે. કંચન, કામિની, ઘર-બાર, લાડી, ગાવ વિગેરે સંગે વિયોગાન છે. યા તે તે વસ્તુઓ અ૫ શુને મૂકી ચાલી જવાની અથવા તેઓને મૂકી આપણે ચાલ્યા જવું પડશે, કારણ કે પર્યાયાથિક નયની અપેક્ષાએ તમામ અનિત્ય છે, કઈ પણ વસ્તુ શાશ્વત નથી. મુક્તદશામાં તે અવશ્ય સર્વને ત્યાગ કરવાનો છે. આવી રીતે સંસારને મિથ્યા કહેવામાં કંચન, કામિની વિગેરે પદાર્થોની અનિત્યતા સૂચિત થાય એ આશય છે.
બ્રહ્મ જ સત્ય છે અને સંસાર મિથ્યા છે. એને અદ્વૈતવાદીઓથી કરાતે અર્થ યુકિતવિરુદ્ધ હોવાથી અનાદરણીય છે. સંસાર કાંઈ સ્વપ્ન જેવો નથી અથવા સંસાર છે જ નહિ એમ પણ કાંઈ સમજવાનું નથી, પરંતુ સંસાર એ અનિત્ય છે, સંસરણશીલ છે, પરિવર્તનશીલ છે, સદા એકરૂપથી રહેતું નથી–જે કે પ્રાથિક નયથી પિતપોતાના રૂપમાં કાયમ છે, તે પણ પર્યાયથી નિરન્તર રૂપાન્તર-પરિહામાન્તરે થયા જ કરે છે. જેમ વાદળના રંગે, નદીના તરંગે, સમુદ્રના કલેલે નવનવા થયા જ કરે છે, તેમ પર્યાયે પણ નવનવા બદલાયા કરે છે. એક નષ્ટ થતાં બીજે ઉત્પન્ન થાય છે અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org