________________
૬૦
તત્ત્વાખ્યાન-ઉત્તરાધ
છીપરૂપે જોઇ ખીજે ઠેકાણે ચાંદીને ચાંદીના રૂપમાં જોવામાં આવી હોય ત્યારે અન્યત્ર ચાંદીના જેવી ચળકતી છીપને દૂરથી જોતાં ચાંદી હાય તેવા ભ્રમ થાય છે. આ કથનના સાર એ સહેજ સમજી શકાય તેમ છે કે સત્યરૂપે પ્રસિદ્ધ વિદ્યમાન પદાર્થોની જ તેઓમાં રહેલા કેટલાક સાહસ્યને લીધે-સરખા ધર્મોને લઇને દૂરથી જોનારને ભ્રાન્તિ થાય છે; પરંતુ વાસ્તવિક પદાથનો વિદ્યમાનતા સિવાય આકાશપુષ્પની શશશુ'ગમાં અને શશશ્રૃંગની આકાશપુષ્પમાં કોઇને કોઇ વાર ભ્રાન્તિ થઈ હોય એમ દાપિ સાંભળવામાં આવતું નથી. કાઇ પણ બુદ્ધિશાળી એ બ્રાન્તિ કબૂલ કરી શકતે નથી. આ નિયમને અનુસરીને સંસારને ભ્રાંતિરૂપ કેમ કહી શકાય ? બ્રહ્મ સિવાય બીજા પદાર્થાને જ્યારે સત્યરૂપે માનવામાં આવતા નથી, ત્યારે તે વિષયના ભ્રમ પણ કેમ સ્વીકારી શકાય ?
કિ’ચ, પ્રપ’ચરૂપ અવિદ્યાના અને બ્રહ્મના ધર્માં પરસ્પર ભિન્ન છે, સમાન ધમ વાળાની સાદશ્યથી બ્રાન્તિ સભવે છે. ફાઇ પણ સરખા ધર્મ વિના એક-બીજામાં ભ્રાન્તિ માનવાનું બીજું શું કારણ છે ? એ વિચારણીય છે.
તથા સ્વપ્ન વગેરેને મૂળ અજ્ઞાનના કારૂપ કહી શકાય નહિ. સસારદશામાં જ તેના ખાધ જોવામાં આવતે હાવાથી અન્વય-વ્યતિરેકને લીધે જેમ રજતના ભ્રમ છીપની સાથે સંબંધ રાખે છે; તેમ સ્વપ્નજ્ઞાન પણ નિદ્રાદોષની સાથે અન્વય-વ્યતિરેકથી સબંધ ધરાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org