________________
૫૦
તત્યાખ્યાન–ઉત્તરાર્ધ.
પ્રતીતિના-જ્ઞાનના વિષયભૂત બિલકુલ નથી. આ સ્થળે એ વિચારવાનું છે કે જે ધમી પ્રતીતિવિષયક ન હોય, તે ધર્મ કહેવાય જ કેવી રીતે ? જેમ આકાશપુષ્પ, વધ્યાપુત્ર, શશશંગ વિગેરે પ્રતીતિવિષયક ન હોવાથી, તેને કે બુદ્ધિશાલી ધર્મી તરીકે માની શકતે નથી વા કહી શકતા નથી, તેમ જગત્ પણ પ્રતીતિવિષયક નથી એમ માનવામાં આવે, ત્યારે તેને ધમરૂપ માની તેમાં મિથ્યાવની સિદ્ધિ કેવી રીતે થઈ શકે? તે એકાન્તમાં વિચારવા જેવું છે.
કિંચ, જયારે પ્રતીતિવિષયભૂત ધમાં નથી, ત્યારે પ્રતીતિવિષયરૂપ હેતુ પણ નપુંસકને પુત્પત્તિની ઈચ્છાની જેમ ઘટી શકે નહિ. એમ હોવાથી મિથ્યાત્વને ઉપર્યુકત અર્થ કરી શકાય નહિ. તેમ છતાં જગતને ધમરૂપ સ્વીકારી, તે પ્રતીતિના વિષયભૂત નથી એમ કેમ કહી શકાય?
વેદાન્તી–ધમ જેવી રીતે પ્રતીત થ જોઈએ, તેવી રીતે પ્રતીત થતું નથી, તેથી તેને પ્રતીત્યવિષયક કહેવામાં શું ખોટું છે?
* અન્ય- એ કથન ઠીક નથી. એમ કહેવાથી પ્રતીત્યવિષચકને ઉપર્યુક્ત અર્થ જણાવતાં વિપરીત ખ્યાતિને સ્વીકાર થઈ જાય છે. કેમકે કેઈ વસ્તુને વિપરીત સ્વરૂપમાં-આકારમાં દેખવી–પ્રતિપાદન કરવી તે વિપરીત ખ્યાતિ કહેવાય છે.
કિચ્ચ, આપે માનેલી અનિર્વાચતા પ્રપંચમાં પ્રત્યક્ષથી બાધિત છે, કેમકે “આ ઘટ છે, આ પટ છે. ” ઈત્યાદિ પ્રકારનું નિર્દોષ પ્રત્યક્ષ આબાલગોપાલ પ્રસિદ્ધ છે, તે પણ પ્રપંચની સત્યતાને પુરવાર કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org