________________
પ્રસ્તાવ ૧૩ મે.
વેદાન્ત –મીમાંસા. ૧૧ મા પ્રસ્તાવમાં જૈમિનિમુનિપ્રણીત મીમાંસક દર્શનને અને ઉત્તર મીમાંસક (વેદાન્ત) દર્શનને આચાર દર્શાવ્યું. ૧૨ મા પ્રસ્તાવમાં વેદાન્તિક લેકેએ સ્વીકારેલ તનું નિરૂપણ કર્યું. આ ૧૩ મા પ્રસ્તાવમાં એ ત પર કઈક વિચાર કરવામાં આવે છે.
જગન્મિથ્યાત્વમીમાંસા. પ્રતીતિ વિષયક હેવાથી પ્રપંચરૂપ આ સમસ્ત જગત મિથ્યાસ્વરૂપ છે, છીપમાં રૂપાના પ્રતિભાસની જેમ, જે જે પ્રતીતિવિષયક હોય તે તે સમસ્ત મિથ્યા હોય છે. છીપમાં રૂપાને દેખાવ જેમ મિથ્યારૂપ-અત્યંત અસત છે, તેમ બ્રહ્મ સિવાય સમસ્ત જગત મિથ્યા-આળ પંપાળરૂપ-માયા જાળરૂપ છે.”
ઉપર્યુકત મન્તવ્ય પર આવા પ્રકને થઈ શકે કે જગતને મિથ્થારૂપ માનવામાં આવે છે, તે મિથ્યાત્વ શી ચીજ છે? આકાશપુષ્પની જેમ અત્યંત અસને આપ મિથ્યા સ્વરૂપી કહે છે? અથવા કોઈ વસ્તુ બીજા આકારથી પ્રતીત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org