SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આ સૂત્રમાં શિષ્યના અપરાધના અનેક પ્રકારે બતાવ્યા છે. એથી પણ વિશેષ તે તેમાં જે ભીના હૈયે ગગદ્ ભાવે...“તુમ્ભ જાણહ, અડે ન જાણામિ ” “ઓ! ગુરુદેવ! મારા જે દોષને આપ જાણો છે; કદાચ દુર્ભાગી એ હું તે જાણતે પણ નથી એવા ય જે દેશે સેવાયા હેય તે બધાય દુષ્કૃત્યથી હું સંતાપ સાથે પાછા ફરું છું.” આ નિવેદન આ સૂત્રને સર્વોત્કૃષ્ટ અંશ છે. આટલી બધી વિનમ્રતાપૂર્વક જેમની સાથે ક્ષમાપના કરી અપરાધેથી હૃદયસંતાપૂર્વક પાછા ફરવાનું છે, તે ઉપરથી જ ખ્યાલ આવશે કે શ્રીજિનશાસનમાં “ગુરુ”નું અને પાપપ્રતિકમણનું મહત્ત્વ કેટલું ઊંચું આંકવામાં આવ્યું છે. ધર્મરત્ન પ્રકરણ (ગા. ૧૨૬)માં કહ્યું છે : ગુરુપદ-સેવા-નિરઓ, ગુરુ-આરહણંમિ તલ્લિછે ચરણ-ભર-ધરણુ–સત્ત, હાઈ જઈ નન્ના નિયમા. ગુરુચરણેની સેવામાં જે અત્યંત મગ્ન છે, તે કૃપાલુની અજ્ઞાનું પાલન વગેરે આરાધના કરવામાં જે સદૈવ તત્પર છે એ જ સાધુ ચારિત્ર્યજીવનને ભારેખમ બોજ ઉપાડવાને સમર્થ બને છે. બીજાનું તે અહીં ગજુ જ નહિ? ના, નહિ જ. વળી આ સૂત્રમાં ક્ષમાપના સાથે દુષ-પ્રતિકમણની જે આરાધના જણાવી છે અને તેની જે ટચ-કક્ષાની વિનયવિવેતા બતાડી છે તે જિનશાસન સિવાય ક્યાંય જોવા મળી શકે તેમ નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy