SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ પાપકર્મોના નાશનું ફળ કરતાં ય વાસનાનાશનું ફળ વધુ આકર્ષક છે. ધર્મને સમજેલા અને પામેલા જે છે જનાં પાપ– કમે ઉદયમાં આવે તે તેને સમાધિથી ભેગવી લેવા માટે જરૂરી જોરદાર પરાક્રમ ફેરવી શકે, તે આત્માઓ પણ વર્તમાનમાં સતાવતી કેટલીક પાપવાસનાઓને જબ્બે કરી શક્તા નથી. એમાં ય જે વિષમ પુણ્યને ઉદયકાળ ચાલતે હોય તે વળી ભારે મુસીબત ઊભી થાય. દુખ હજી સહી શકાય; સુખને સહી લેવું એ ખૂબ જ કઠિન છે. દુઃખમાં હજી ન ડગી શકાય, પણ સુખમાં ય ના છકવાની સ્થિતિ અત્યંત કઠિન છે. આ સ્થિતિમાંથી પાર ઉતારવાનું સામર્થ્ય ઉત્પન્ન કરી આપે છે: પંચ પરમેષ્ઠી ભગવતેને કરાતે ભાવ-નમસ્કાર. પાપકર્મોની સાથે સાથે પાપવાસનાઓને પણ તે તેડી પાડે છે. જ્યાં દારૂગળે પડયો છે તે ધરતી ઉપર ચિનગારી પડે તે આગ લાગી જાય, પણ જ્યાં દારૂગોળે જ પડ્યો. નથી, ધરતી સાવ ખાલી છે. ત્યાં લાખ ચિનગારીઓ પડે તે ય ભડકે ન થાય. વાસનાઓ એ દારૂગોળે છે. નમસ્કારભાવ હૈયામાંથી એને જ સાફ કરી નાખે છે. પછી પુણ્યના ઉદયથી પ્રાપ્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy