________________
વસ્તુઓ મેળવ્યા પછી પણ જે બીજી વસ્તુઓ મેળવવાની ઈચ્છા ઊભી રહે તે તે વસ્તુને ઈષ્ટ કહેવાય.
પરન્તુ જેને મેળવ્યા પછી, જેનું શરણ લીધા પછી ટાઢ, તડકે, ભૂખ, તરસ-તમામ-ભુલાઈ જાય તેથી અન્ય તમામ વસ્તુઓને પામવાની ઈચ્છા ખતમ થઈ જાય તે પરમ-ઇષ્ટ
કહેવાય.
અરિહંતાદિને પામ્યા પછી બીજુ કશું પામવાની ઈચ્છા રહેતી નથી. માટે જ અરિહંતાદિ પાંચ પરમેષ્ઠી જ આપણું પરમ-ઈષ્ટ છે. જ્યારે ધન વગેરે પામ્યા પછી પણ ભજન વગેરે પામવાની ઈચ્છા ઊભી રહે છે માટે ધનાદિને ઈષ્ટ જ કહેવાય, પરમ ઈષ્ટ કદાપિ નહિ.
નમસ્કારને અર્થ: નમસ્કાર એટલે નમન, સંકેચ. આ સંકેચ બે રીતે થાય; દ્રવ્યથી અને ભાવથી.
દ્રવ્ય-સંકેચ એટલે પ્રણિપાતની મુદ્રા ધારણ કરીને બીજી બધી કાયિકા મુદ્દાઓને સંકોચી લેવી છે. જ્યારે પરમેષ્ઠી ભગવતેમાં ચિત્તને સ્થિર કરવા વડે અશુભ પદાર્થોથી, અશુભ વિચારથી મનને સંકેચી લેવું તે ભાવસંકેચ છે.
ટૂંકમાં પરમેષ્ઠી ભગવતેમાં ચિત્તને સ્થિર કરવા સાથે વાણી અને કાયાનું પ્રણિપાત–ભાવમાં સ્થિરીકરણ તે નમસ્કાર છે.
પાંચ પ્રકારના પ્રણિપાત ઃ અહીં એક, બે, ત્રણ, ચાર અને પાંચ અંગેના પ્રણિપાત થઈ શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org