________________
૧૩૬
પ્રકાશ કરવાની સ્વભાવવાળા; વિશિષ્ટ અતિશયેવાળી અનુપમ વાણી વડે ધર્મતીર્થનું સ્થાપન કરવાના સ્વભાવવાળા, રાગાદિ શત્રુઓને જીતનારા અને કેવલજ્ઞાન પામેલા વીસે તીર્થકરને પણ (અથતુ અન્ય અનંત તીર્થંકરદેવની સાથે) હું નામેચ્ચારણપૂર્વક સ્તવીશ. -૧
અષભદેવને અને અજિતનાથને હું વંદુ છું. સંભવનાથને, અભિનન્દન સ્વામીને, અને સુમતિનાથને, પદ્મપ્રભ સ્વામીજીને, સુપાર્શ્વજિનને અને ચન્દ્રપ્રભસ્વામીજીને હું વંદુ છું. – | સુવિધિનાથ કે જેમનું બીજું નામ પુષ્પદન્ત સ્વામી છે તેમને, શીલનાથને, શ્રેયાંસનાથને અને વાસુપૂજ્ય સ્વામીને, વિમલનાથને અને અનન્તનાથ જિનને, ધર્મનાથને અને શાંતિનાથને હું વંદન કરું છું. -૩
કુન્થનાથને અને અરનાથને, (તથા) મલ્લિનાથને હું વંદુ છું. મુનિસુવ્રત સ્વામીને અને નમિનાથ જિનને હું વંદું છું. તે જ રીતે અરિષ્ટનેમિને, પાર્શ્વનાથને અને વર્ધમાનસ્વામીને (હું વંદન કરું છું) –૪
એ પ્રમાણે મારા વડે સ્તુતિ કરાએલા જેમણે વર્તન માનમાં બંધાતાં અને ભૂતકાળમાં બંધાએલાં કર્મો અથવા જેમણે કર્મ રજ અને મેહના મેલ દૂર કર્યા છે, અને જેમનાં જરામરણ સંપૂર્ણ રીતે નષ્ટ થએલાં છે એવા વીસે તીર્થંકરદેવો પણ (અર્થાત્ અન્ય અનંત તીર્થંકરદેવે સહિત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org