________________
ષદફૂશન સુબેધિકા : ૮૧ કાઢે છે. સૂર્યાસ્તથી સૂર્યોદય પછીની બે ઘડી સુધી આહાર પાછું સર્વથા ત્યજે છે. શક્તિ હોય ત્યાં સુધી એકાશન આયંબીલ આદિ કરે છે.
ધમધખતા તાપમાં ઉઘાડા માથે અને અડવાણે પગે વિચરે છે. છત્રી કે જેઓને ઉપયોગ કરતા નથી કે કડકડતી ઠંડીમાં અગ્નિ કે રજાઈ આદિ વાપરવાની ઈચ્છા ધરાવતા નથી.
આવું કઠોર સાધુ જીવન છે, કઠિન આલેચના છે. જેથી આ જીવન લેઢાના ચણા ચાવવા જેવું દુષ્કર ગણાય છે. છતાંય પ્રભુશાસનની એ બલિહારી છે કે આવું કડક આચરણ ભારતભરમાં સેંકડે નહિ હજારોની સંખ્યામાં પાલન કરનારા પુણ્યાત્માઓ છે. અંધકારભર્યા આકાશમાં ટમટમતા તારલિયા છે. જે મહાપુણ્યની નિશાનીરૂપ છે.
જે સાધુ જીવન પાળવા અસમર્થ છે છતાં ધર્મનું પાલન શકય અંશે કરવા ચાહના રાખે છે તેવા વર્ગને ઉદેશી “બાર ત્રત”નું નિરૂપણ કરવામાં આવેલ છે. આ વ્રતનું પાલન કરનાર પુરુષવર્ગને શ્રાવક અને સ્ત્રીવર્ગને શ્રાવિકા કહેવામાં આવે છે. - બાર વતે (૧) પાંચ અણુવ્રત, (૨) ત્રણ ગુણવ્રત અને (૩) ચાર શિક્ષાત્રતે, એ ત્રણ વિભાગમાં વહેંચાયેલ છે.
(૧) મહાવ્રતની અપેક્ષાએ નાનાં વતે હેવાથી આને આણુ= નાના વ્રત (અણુવ્રત) કહેવામાં આવે છે. તેના નામ આ પ્રમાણે છે. (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, (૨) સ્કૂલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org