________________
૭૬ : ષડ્રદર્શન સુબેધિક નિગ્રહ કરનાર, ક્ષમા ગુણધારી, શુભભાવના ભાવક, પ્રતિલેખ નાદિ ક્રિયાઓને શદ્ધ કરનારા હોય છે. બાવીશ પરિષહ અને મરણાંત ઉપસર્ગોને સમભાવે સહન કરનારા હોય છે.
આ મહાત્માઓનું ચારિત્ર પાંચ પ્રકારે કહેવું છે. (૧) સામાયિક (૨) છે પસ્થાપનીય (૩) પરિહારવિશુદ્ધિ, (૪) સૂફમ સંપરાય અને (૫) યથાખ્યાત.
છેલ્લાં ત્રણ ચારિત્રનું પાલન અત્યારે ભરતક્ષેત્રમાં દુઃશક્ય નથી પણ અશક્ય જ છે.
અનુકુળતાના અથી અને પ્રતિકુળતાથી પાછા ફરનારા આત્માઓ શ્રમણ જીવન સ્વીકારી શકતા નથી.
શ્રમણ જીવન સ્વીકારતાં પહેલાં કર્મ સિદ્ધાંત સમજ અતિ ઉપયોગી છે.
કમને સિદ્ધાંત જાણવાથી આત્મા પિતાના આંતર શત્રુઓને પિછાણી તેને કેમ હરાવી શકાય? તેના ઉપર વિજય કેવી રીતે મેળવી શકાય તેના માર્ગે વિચારી શકે છે, અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરી કર્મ શત્રુઓને હટાવી શકે છે.
ગૃહસ્થ જીવનમાં તે કર્મતત્વ પર વિજય મેળવે એ ઘણું જ કઠિન અને જટિલ કાર્ય છે. જ્યારે શ્રમણ જીવનમાં કર્મ પર વિજય મેળવવા પ્રયત્ન કરે એ જાગૃત આત્માને સાહજિક બને છે.
પણ સાધુ ધર્મ-શ્રમણ જીવનનું પાલન એ સુકર વાત નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org