________________
ષડૂદન સુખાધિકા : ૭૧
આ નય પદાર્થના સ’પૂર્ણ ગુણમાંથી એકાદ 'શ પણ જો ન્યૂન હોય તે તેને તે પદાર્થ સ્વરૂપે માનતે નથી, અર્થાત્ આ નય ક્રિયાભેદે અભેદ માને છે.
જેમ અધ્યાપક શબ્દ-તેના અથ અભ્યાસ કરાવનાર એવા થાય. આ નય કહે છે કે જ્યારે વિદ્યાર્થીએ સન્મુખ બેઠા હાય, અભ્યાસ કરાવવાની ક્રિયા ચાલુ હાય, ત્યારે જ તેને અધ્યાપક કહેવાય. પણ શેષકાલે તેને અધ્યાપક ન કહેવાય.
આ પ્રમાણે સાત નયેા છે. એક એક નયના ઘણા પેટા ભેદા થાય છે. દ્વાદશાહ નયચક્રમાં એક એકના ખાર ખાર ભેદ જણાવેલ છે. જયારે પૂર્વકાલે એક એક નયના સેા સે। ભેદા પ્રચલિત હતા.
આ નયે ત્યાં સુધી જ નચેા કહેવાય છે કે જ્યાં સુધી પેાતાની માન્યતાને મુખ્યપણે સ્વીકારી ઇતર માન્યતાના અપલાપ કરતા નથી. જ્યારે પેાતાની જ માન્યતાને સ્વીકારી ઇતર માન્યતાના અપલાપ કરવા જાય છે ત્યારે તે નય મટી નયાભાસ થાય છે.
આ સાત નચામાં પ્રથમના ચાર નય। વ્યવહારની ટિમાં ગણાય છે. શેષ નયેા નિશ્ચયની કેટિમાં ગણાય છે.
પદાર્થના તાત્ત્વિક સ્વરૂપના વિચાર તે નિશ્ચયનય અને એ સ્વરૂપને અનુકૂળ બાહ્ય સ્વરૂપના વિચાર તે વ્યવહારનય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org