________________
ષડ્રદશન સુબાધિકા : પપ જ્ઞાન બે કાર્ય કરે છે: (૧) અજ્ઞાનની નિવૃત્તિ અને (૨) સ્વ–પરને વ્યવસાય. જ્ઞાનનું આધ્યાત્મિક ફળ મોક્ષની પ્રાપ્તિ છે. જે તાર્કિક ક્ષેત્રમાં મુખ્યતયા વિવક્ષિત નથી.
અજ્ઞાનની નિવૃત્તિ અને પદાર્થનું જ્ઞાન એ તે એક સિક્કાના બે ભાગ છે.
જૈન દર્શનમાં જ્ઞાન એ આત્માને મુખ્ય ગુણ છે. આ જ્ઞાનની પૂર્વાવસ્થા પ્રમાણુ કહેવાય છે અને ઉત્તરાવસ્થા ફળ છે. પરંતુ આત્મા પ્રમાણ અને ફળ બને રૂપથી પરિણતિ કરે છે, એથી પ્રમાણ અને ફળ અભિન્ન માને છે. વળી કાર્ય અને કારણરૂપથી ક્ષણભેદ અને પર્યાયભેદ થવાથી તે ભિન્ન છે.
અસ્વસંવેદજ્ઞાન, સંશય, વિપર્યય અનધ્યવસાય આદિ પ્રમાણભાસ છે. કારણ કે તેના દ્વારા પ્રવૃત્તિના વિષયનું યથાર્થ દર્શન થતું નથી.
નિયાયિકે પાંચ હેત્વાભાસે માને છે, જ્યારે જૈન દર્શન કારમાં આચાર્ય સિદ્ધસેને (૧) અસિદ્ધ, (૨) વિરુદ્ધ અને (૩) અનકાન્તિક આ ત્રણ હેત્વાભાસે માનેલ છે.
આ રીતે અન્ય દર્શનેથી વિલક્ષણ એવું પ્રમાણુનું સ્વરૂપ જૈન દર્શનની માન્યતાને અનુસાર સામાન્યથી કહ્યું. ત્યાં કે સ્થળે વિવક્ષાભેદ પણ છે. જે અન્ય ગ્રથી વિસ્તૃતપણે જાણ ઉપયોગી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org