________________
૫૪ : ષડ્રદર્શન સુબોધિકા શાને આત્મમાત્ર સાપેક્ષ નથી, પરંતુ સ્પર્શનાદિ ઇન્દ્રિયો અને મન સાપેક્ષ છે. - ઈતર દર્શનકારીએ જણાવેલ પ્રત્યક્ષ, અનુમિતિ, ઉપમિતિ અને શબ્દજ્ઞાન આ ચારેને પરોક્ષજ્ઞાનમાં અર્થાત આ બે જ્ઞાનમાં સમાવેશ થઈ જાય છે.
ઈન્દ્રિય દોષ તથા સદશ્યને લીધે જે વિપર્યયજ્ઞાન થાય છે તે “વિપરીત ખ્યાતિના નામે પ્રસિદ્ધ છે, વિપર્યયજ્ઞાનનું આલંબન તે તે જ પદાર્થ છે કે જેમાં સારશ્યને લીધે વિપરીત ભાન થાય છે. જે વિપરીત પદાર્થ તેમાં પ્રતિભાષિત થાય છે તે જો કે ત્યાં હાજર હેતે નથી પરંતુ સારશ્ય આદિને લીધે સ્મરણને વિષય બની દેખાય છે. વિપર્યયજ્ઞાનના અનેક કારણે હોય છે. સંક્ષેપમાં ઈન્દ્રિય વિકાર જ વિપર્યયજ્ઞાનને મુખ્ય હેતુ છે.
જૈન દર્શનની પરંપરામાં નિરાકાર નિવિકલ્પ દર્શનને પ્રમાણ કેટિથી બહાર રાખેલ છે અને અવિકલ્પક બેધને પ્રમાણ માની તેના પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદે જણાવેલ છે.
તાકિ વિચારણાથી પરોક્ષ જ્ઞાનના જે ગૃતિ આદિ પાંચ ભેદે જણાવેલ છે તેને યથાસંભવ મતિ અને શ્રુતમાં સમાવેશ કરેલ છે.
જૈન દર્શનમાં જ્યારે પ્રમાના સાધક્તમ રૂપમાં જ્ઞાનને જ પ્રમાણ માનેલ છે ત્યારે એ સ્વભાવથી જ ફલિત થાય છે કે તે જ્ઞાનથી થનાર પરિણમન જ ફળનું સ્થાન પ્રાપ્ત કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org