________________
૫૦ : ષડ્રદર્શન સુબાધિકા
(૨) અનુભવ અને અતીતના સ્મરણથી ઉત્પન્ન થનાર સંકલનાત્મક જે જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન, તિર્યક્ર સામાન્ય, ઊર્ધ્વતા સામાન્ય આદિ આ જ્ઞાનને વિષય છે, જેમ–આ તે જ મુનિરાજ છે.
(૩) વ્યાપ્તિજ્ઞાનના આલંબનથી ઉત્પન્ન થયેલ “આ હેતે છતે જ આ હાય” એવા પ્રકારનું જે જ્ઞાન તે તર્ક, જેમ ધૂમ વહ્િન હેતે છતે જ હેય, અહિં સાધ્ય અને સાધનના સા. કાલિક, સાર્વદેશિક અને સાર્વવ્યક્તિક અવિનાભાવી સંબંધને વ્યાપ્તિ કહેવામાં આવે છે.
(૪) સાધનથી સાધ્યનું જે જ્ઞાન તે અનુમાન, આ જ્ઞાન હેતુનું ગ્રહણ અને વ્યાપ્તિ-સંબંધનું સ્મરણ હોય તે જ થાય છે. જેમ આ પર્વત ઉપર અગ્નિ છે, ઘૂમ દેખાતે હેવાથી.
આ અનુમાન બે પ્રકારે છે (૧) વાર્થનુમાન અને (૨) પરાથનુમાન. સ્વાર્થનુમાનના ત્રણ અંગ છે. (૧) ધમ (૨) સાધન અને (૩) સાધ્ય. સાધન એ ગમક છે, સાધ્ય એ ગમ્ય છે અને ધર્મ તે સાધ્ય અને સાધનરૂપ ધર્મોને આધાર છે. વિશિષ્ટ આધારમાં સાધ્યની સિદ્ધિ કરવી તે આ અનુમાનનું પ્રયજન છે.
અન્યના ઉપદેશથી સાધન દ્વારા સાધ્યનું જ્ઞાન થાય તે પરાથનુમાન છે. આ પરાર્થોનુમાનના પ્રાજક અંશે બેજ હોય છે. (૧) પ્રતિજ્ઞા અને (૨) હેતુ. મંદ મતિવાળા ને આ જ્ઞાન કરાવવા રૂપ અંશે પાંચ પણ થાય છે. (૧) પ્રતિજ્ઞા, (૨) હેતુ, (૩) દષ્ટાન્ત, (૪) ઉપનય અને (૫) નિગમન...
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org