________________
વપ્નદર્શન સુબોધિકા : ૪૯ (૨) વિપુલમતી. ઋજુમતિ-મન:પર્યવજ્ઞાની મનના પર્યાને સામાન્યથી જાણે છે તેમજ પ્રાપ્ત થયા પછી ચાલ્યું પણ જાય છે. જ્યારે વિપુલમતિ વિશેષથી જાણે છે અને પ્રાપ્ત થયા પછી કેવલજ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરાવે છે.
(૩) જેના દ્વારા સર્વ દ્રવ્ય અને પર્યાનું ત્રિકાલવિષયક સાક્ષાત્ જ્ઞાન થાય તે કેવલજ્ઞાન, તે કેવલજ્ઞાનાવરણીયના ક્ષયથી જ પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનને સકલ, સંપૂર્ણ, અનંત, અપ્રતિહત આદિ જ્ઞાન પણ કહેવાય છે. આ જ્ઞાન કેવલિ ભગવતે (અને સિદ્ધોને) હોય છે.
સાંવ્યવહારિક પ્રત્યક્ષ બે પ્રકારે છે. (૧) ઈન્દ્રિય પ્રત્યયિક અને (૨) અનિદ્રિય પ્રત્યયિક.
(૧) ઈન્દ્રિય (સ્પર્શન-રસન-ધ્રાણ-ચક્ષુ અને શ્રોત્ર)ના નિમિત્તે જે જ્ઞાન થાય તે ઇન્દ્રિય પ્રત્યયિક અને (૨) અનિદ્રિય મન દ્વારા જે જ્ઞાન થાય તે અનિન્દ્રિય પ્રત્યયિક કહેવાય છે.
આ પ્રમાણે તાર્કિક માન્યતાને અનુસારે સાંવ્યવહારિક પ્રત્યક્ષના બે ભેદ પાડેલ છે અને પરોક્ષજ્ઞાનને (૧) સ્મૃતિ (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તક (૪) અનુમાન અને (૫) આગમ. આ પાંચ વિભાગમાં વહેંચેલ છે.
ત્યાં (૧) અનુભવેલ અર્થના વિષયવાળું, વિશિષ્ટ, આત્મશક્તિ સ્વરૂપ સંસ્કાર જાગૃત થવાથી ઉત્પન્ન થયેલ, “તત્' શબ્દથી ઉલ્લેખનીય જે જ્ઞાન તે સ્મૃતિ અથવા સ્મરણ કહેવાય છે, જેમાં તીર્થંકર પરમાત્માની મૂર્તિ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org