________________
૪૮ : ષડ્રદર્શન સુબેધિકા
આ રીતે અહિં બંને માન્યતાને અનુસારે ભેદ જણાત હેવા છતાં તાવિક કઈ ભેદ નથી. કેમ કે–જૈન દર્શનકારે લેકવ્યવહારની ઉપેક્ષા કરતા નથી એટલે તૈયાયિક વિચારણને અનુસાર લેકની અંદર જે પ્રત્યક્ષજ્ઞાન તરીકે ઓળખાય છે તે ઇન્દ્રિયાદિ સાપેક્ષજ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ નથી એટલું સ્વીકારીને વ્યવહાર પ્રત્યક્ષ= અર્થાત સાંવ્યવહારિક પ્રત્યક્ષ તરીકે જણાવેલ છે. શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ આદિએ પણ તે જ્ઞાનને પક્ષ જણાવી સાંવ્યવહારિક પ્રત્યક્ષ તરીકે સ્વીકારવામાં વિરોધ અનુ ભવ્યું નથી.
આત્મમાત્રની અપેક્ષાવાળું પારમાર્થિક પ્રત્યક્ષ ત્રણ પ્રકારે છે. (૧) અવધિજ્ઞાન, (૨) મન:પર્યાવજ્ઞાન અને (૩) કેવલજ્ઞાન.
(૧) જેના દ્વારા રૂપી પદાર્થો જણાય તે અવધિજ્ઞાન. આ જ્ઞાન અવધિજ્ઞાનાવરણીયના ક્ષયે પશમથી ઉત્પન્ન થાય છે દેવ અને નારકને આ જ્ઞાન ભવપ્રત્યયિક હોય છે અને મનુષ્યતિર્યોને ગુણપ્રત્યયિક હોય છે આ જ્ઞાન દ્વારા અંગુલના અસંખ્યાતમા ભાગના રૂપી દ્રવ્યથી આરંભી યાવત્ ચૌદ રાજલેક ગત સકલરૂપી દ્રવ્યાનું જ્ઞાન કરાય છે.
(૨) જેના દ્વારા મનુષ્યક્ષેત્રમાં રહેલ સંગ્નિ-જીવન મને ગત ભાવો જાણી શકાય તે મનઃ પર્યવજ્ઞાન, મન:પર્યવજ્ઞાનાવરણયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ આ જ્ઞાન માત્ર વિશિષ્ટ સંયમવાળા આત્માઓને જ હેય છે. આ જ્ઞાન મને વર્ગણના પુદ્ગલેના આલંબનથી થાય છે. આના બે ભેદ છે. (૧) ઋજુમતી અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org