________________
વદર્શન સુબાધિકા : ૪૩ તે પૂર્વકૃત કર્મનું ફળ છે. જીવ કર્મ ઉપાર્જન કરવામાં જેમ સ્વતંત્ર છે તેમ કર્મફળ ભેગવવામાં સ્વતંત્ર નથી.
પ્રશ્ન-કર્મસત્તાનું સામ્રાજ્ય પ્રગટપણે સર્વત્ર પથરાયેલું છે તે તે કર્મસત્તાથી મુક્ત કેવી રીતે બની શકાય?
ઉત્તર–જે આત્મા સ્વ-સામર્થ્યનું ભાન રાખે, રાગ-દ્વેષાદિ અંતરંગ અરિગણથી અળગે રહે, નિજાનંદી બને, તે આત્મા કર્મસત્તાથી પણ મુક્ત બને, આત્મા પરમાત્મા બને.
આજ સુધી અનંત-અનંત આત્માઓ આ કર્મ સત્તાને મૂળ સ્વરૂપે પીછાણ, પૂર્વકૃત કર્મના શુભ કે અશુભ ફળને સમજણ સહ અનુભવી, પ્રાતે કર્મમુક્ત બની સિદ્ધ સ્વરૂપે લેકના અગ્ર ભાગે વિરાજી રહ્યા છે.
પણ જે સાવધાન ન રહે, સમજદારી ન દાખવે, અંતરંગ અરિગણુને મિત્ર માની પિષ્યા કરે તે આત્મા કદી કર્મસત્તાથી મુક્ત બની શકતું નથી.
એવાં પણ સેંકડે ઉદાહરણ છે કે જેણે અંતરંગ અરિ–ગણને શત્રુ સ્વરૂપે ન પીછાણતા, મિત્ર સ્વરૂપે સ્વીકારી આદર આપે છે. પણ તેના પરિણામે એ આત્માઓ કર્મ–જાલથી મુક્ત થવાને બદલે એમને એમાં જ વધુ ગુંચવાયા કરે છે! મૂળ આઠ અને ઉત્તર એક અવન કર્મભેદોમાં અટવાયા કરે છે. - જે આત્માએ અંતરંગ અરિગણુને બરાબર ઓળખી લીધેલ છે. તે આત્મા તેનાથી મુક્ત થવા મહાકૌવત દાખવે છે. તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org