________________
કર = પડ્રદર્શન સુબેધિકા
રાજરાજેશ્વર ભરતચક્રીએ વર્તમાન ચેવિશીના અંતિમ તીર્થકરને આત્મા જાણી ત્રિદંડી વેષે રહેલા મરીચિને વંદન કર્યું, મરીચિને અહંકાર આવ્યું. અભિમાનના આવેશમાં નાચી ઉઠ્યા, કર્મસત્તાએ એવું ફળ આપ્યું કે નરકાદિમાં તે ગયા પણ છેવટ તીર્થંકરપણાના ભાવમાં પણ વ્યાશી દિવસ સુધી તે કર્મ ગર્ભાવસ્થામાં જોગવવું પડ્યું.
વિધવિધ વિકાસમાં મહાલતી મહારાણ સીતાને ગર્ભિણી અવસ્થામાં ભયાનક જંગલમાં એકલા-અટૂલા મુકાઈ જવું પડ્યું.
એક જ રાજગૃહી નગરીમાં વસતા શાલીભદ્ર અને દ્રમક, એક અનુપમ ભેગ-વિલાસે ભેગવે છે, જ્યારે બીજે ભિક્ષુક બનવા છતાંય પિટિયું પુરું કરી શકતા નથી.
એક નહિ, પાંચ-પાંચ પતિઓ, તેય મહાપરાક્રમી, છતાંય દ્રૌપદીના વચ્ચે ભરસભામાં પતિદેવેની હાજરીમાં ખેંચાયાં.
સત્યવાદી હરિશ્ચંદ્ર, મહારાજા છતાં ય ચંડાળને ઘેર કાર્ય કરવા રોકાવું પડયું.
એક ભવમાં કિંકર, પ્રભુની પાંચ કેડીનાં પુપે પૂજા કરવાથી બીજા ભવે અઢાર દેશને અધિશ્વર થાય.
આ બધુ કર્મસત્તાની નિષ્પક્ષપાતતા જણાવે છે. સાથે સાથે તેની મહત્તા, નિષ્ફરતા અને નિર્દયતા જણાવે છે.
એક વાત નક્કી છે કે દુઃખ કે સુખ જે કંઈ અનુભવાય છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org