________________
ષડ્રદર્શન સુબાધિકા : ૪૧ ઉત્તર-આત્માને ઊર્ધ્વગમન સ્વભાવ હોવા છતાં સહકારી કારણરૂપ ધર્માસ્તિકાય અલકમાં ન હોવાથી આત્મા અલેકમાં જ નથી, લેકના અગ્રભાગે અટકી જાય છે.
લેકના અગ્રભાગે બિરાજમાન સિદ્ધાત્માને શરીર હેતું નથી. તેથી એમનું દૃશ્ય સ્વરૂપ હેતું નથી, પરંતુ તેમના આત્મ પ્રદેશને વિસ્તાર પૂર્વના દેહની અપેક્ષાએ ! ભાગ પ્રમાણ હોય છે.
સિદ્ધ આત્મા ત્યાં પિતાના શુદ્ધ સ્વભાવમાંનિજાનંદમાં લીન હોય છે.
જગતના જીવ માત્રનું શુદ્ધ સ્વરૂપ સિદ્ધાત્મા સમાન છે. પરંતુ અનાદિ દેના બલથી આજે તે ખ્યાલમાં પણ આવતું નથી. આત્મા એટલે બધે પરાધીન થઈ ગયા છે કે તે પિતાનું સામર્થ્ય ભૂલી જડને દેરવાયો ઘેરાયે જાય છે. કૃત્ય અકૃત્યને ભૂલી જાય છે. અતિ અધમ કોટિનાં કાર્યો પરમ આનંદથી કરે છે. પરિણામે કર્મસત્તા તેની ઉપર રોષે ભરાઈ તેનાં તે તે કાર્યને બદલે આપે છે.
કર્મસત્તા એ વિશ્વની મહાસત્તા છે. તેની સત્તા ચોમેર ફેલાયેલી છે. બાલથી માંડીને વૃદ્ધ, એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય બધા તેની આજ્ઞાને અનુસરે છે. સુખ-દુઃખ, યૌવન-જરા, જીવન અને મરણ આ બધું કર્મને આધીન છે.
કર્મ સત્તાને ન્યાય નિષ્પક્ષપાતી છે. કેઈની પણ શેહ-શરમમાં દબાયા સિવાય તે કરણીને અનુસરે પિતાને ન્યાય આપે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org