SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ષડ્રદર્શન સુબોધિકા : ૩૯ અંતરાય કર્મ પાંચ પ્રકારે બધે છે અને તેનાં માઠાં ફળ પણ પાંચ પ્રકારે ભેગવે છે. આ પ્રમાણે યથાસંભવ આઠ આદિ પ્રકૃતિને બંધ તે પ્રકૃતિ બંધ કહેવાય છે. (૨) સ્થિતિબંધ-જે કર્મ આત્મા સાથે જ્યારે ચાટે છે ત્યારે તે કર્મ આત્મા સાથે કેટલા કાળ સુધી રહેશે તેની જે કાલમર્યાદા નક્કી થવી તે સ્થિતિબંધ. આ કર્મો જ્યારે બંધાય છે ત્યારે તે પ્રકૃતિના બંધની સાથે જઘન્યથી કે ઉત્કૃષ્ટથી આ કર્મ આત્મા સાથે કેટલા કાળ સુધી રહેશે તેની મર્યાદા નક્કી થઈ જાય છે અને તેને જ સ્થિતિબંધ કહેવામાં આવે છે. - (૩) રસબંધ-પ્રતિબંધ અને સ્થિતિબંધની સાથે તે કર્મની તીવ્ર, તીવ્રત, તીવ્રતમ અથવા મંદ, મંદતર કે મંદતમ ઈત્યાદિ રૂપથી ફળ ચખાડવાની શક્તિનું નિર્માણ થવું તે રસ બંધ. આ સબંધને અનુભાગબંધ અથવા અનુભાવબંધ પણ કહેવાય છે. (૪) પ્રદેશબંધ -જ્યારે કાર્મણવણું આત્મા સાથે ચૂંટે છે ત્યારે તે તે કર્મના ભાગે કેટલા દિલની વહેંચણી કરવી તેનું પ્રમાણ નકકી કરવું તે પ્રદેશબંધ. - આ ચારે બંધભેદોથી બંધાયેલ કર્મ જ્યારે અનુભવવામાં આવે છે ત્યારે તે તે કર્મને ઉદયને અનુસારે જીવ સંસારમાં વિચિત્રતાને ભજનારે થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy