________________
૩૪ : ષડ્રદર્શન સુબેધિકા
આ પ્રમાણે પાંચ અસ્તિકાય અને છઠ્ઠો કાલ એમ છ દ્રવ્યો જૈનદર્શને માનેલ છે. - પુણ્ય-શુભ કર્મનું અનુભવવું અર્થાત જેનાં ફળ ભેગવતાં આત્માને આનંદ-પ્રમોદ થાય તે પુણ્ય. મનવચન-કાયાના શુભ વ્યાપારથી આત્મા શુભ કર્મ પુદ્ગલેને ગ્રડણ કરે છે તેથી તેને પણ પુણ્ય કહેવાય છે.
પુણ્ય એ સુખ રૂ૫ ફળ આપે છે. જેમ સાંસારિક સુખના સાધનભૂત સ્થાન, વસ્ત્ર, ભેજન આદિ સામગ્રી પ્રાપ્ત કરતાં પ્રથમ થોડુ કષ્ટ પડે છે. પણ પછી દીર્ધકાલ સુધી તે આનંદ પ્રદ અપે છે. તેમ પુણ્ય ઉપાર્જન કરવામાં પ્રથમ તે કષ્ટ સહન કરવું પડે છે પણ પછી ચિરકાલ પયંત ઘણા સુખને અનુભવ થાય છે.
પુદ્ગલે ઉપરથી મમત્વ ઉતાર્યા વિના આત્માને વશ કરી યોગને શુભ કાર્યમાં જોડ્યા સિવાય “પુણ્યાનુબંધિપુણ્ય' ઉપાર્જન કરી શકાતું નથી.
પુણ્યબંધના કારણે નવ છે. પણ એ નવ કારણે બંધાયેલ પુણ્યનાં ફળ ૪૨ પ્રકારે અનુભવાય છે. તીર્થંકર નામકર્મ પણ પુણ્યનું ફળ છે. જ્યાં સુધી જીવ મોક્ષની નજીક ન થાય ત્યાં સુધી પુણ્ય આદરવા યોગ્ય છે. એ જ પુણ્ય પછી હેય છે તેથી એકાંત સ્થાપન ઉત્થાપન ન કરવું, પુણ્યતત્ત્વમાં વિવેક રાખ, આ વિવેક ગુણસ્થાનક ભેદ ભિન્ન-ભિન્ન હોય છે. પુણ્યના ફળની ઈચછા ન રાખવી તે નિરીહતાનું લક્ષણ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org