________________
ષદર્શન સુબેધિકા : ૩૩ વર્તાના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ આ પાંચે કાલના ઉપકાર માનવામાં આવેલ છે.
અવનવા રૂપાંતર, ભિન્ન ભિન્ન વર્તાન-પરિવર્તન, વિભિન્ન પરિણામ કાલ ઉપર આધારિત છે.
કાલને વિસ્તાર માનવામાં આવતું નથી તે “અસ્તિકાય” રૂપે થતું નથી.
કેટલાક આચાર્યો કાળને સ્વતંત્ર દ્રવ્ય સ્વરૂપે સ્વીકારતા નથી પણ પર્યાય સ્વરૂપે માને છે અને ઉપચારથી દ્રવ્ય કહે છે.
અપેક્ષાભેદે તે કાળના વ્યવહારકાળ અને નિશ્ચયકાળ એમ પણ બે ભેદ જણાવેલ છે.
શાસ્ત્રમાં આ અજીવતવના નીચે પ્રમાણે ભેદો પણ જણાવ્યા છે. ધર્માસ્તિકાયના (૧) કંધ, (૨) દેશ અને (૩) પ્રદેશ એ ત્રણ ભેદ. અધર્માસ્તિકાયના (૧) સ્કંધ (૨) દેશ અને (૩) પ્રદેશ એ ત્રણ ભેદ, આકાશાસ્તિકાયના (૧) સ્કંધ, (૨) દેશ અને (૩) પ્રદેશ એ ત્રણ ભેદ એમ ૩૪૩=૯ અને (૧૦) અ% (સમયકાળ) આ પ્રમાણે અરૂપી અજીવના દશ ભેદ તેમજ રૂપી અજીવના પુદ્ગલાસ્તિકાયના (૧) સ્કંધ, (૨) દેશ, (૩) પ્રદેશ અને (૪) પરમાણુ એ ૪ ભેદ, કુલ અજીવતત્વના ૧૦+૪=૧૪ ભેદ થાય છે.
વ્યવહારના વિસ્તાર કરવામાં આવે તે આ જ અજીવતત્વના પ૬૦ ભેદ પણ જણાવેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org