________________
ષડ્રદર્શન સુબાધિકા ઃ ૨૭ જીવ–-ચેતન દ્રવ્યને જીવ કહે છે. (“તાળો ગીવ:” વદર્શન સમુચ્ચય) ચૈતન્ય એ જીવનું સામાન્ય લક્ષણ છે. જીવદ્રવ્યને આત્મા પણ કહેવામાં આવે છે. જીવદ્રવ્ય એ એક સ્વતંત્ર મૌલિક તત્વ મનાય છે.
શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ ઉપગ” એ જીવનું લક્ષણ છે એમ જણાવેલ છે. ઉપગ અર્થાત્ ચૈતન્ય પરિણતિ. ચૈતન્ય જ જીવને અસાધારણ ગુણ છે. જેનાથી તે સર્વ જડ દ્રવ્ય કરતાં પિતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખે છે.
બાહ્ય અને અત્યંતર કારણેથી આ ચૈતન્યના જ્ઞાન અને દર્શન રૂપ બે પરિણમન થાય છે. જે સમયે ચૈતન્ય “સ્વ”થી ભિન્ન કઈ ય દ્રવ્યને જાણે છે તે સમયે તે “જ્ઞાન” કહેવાય છે અને જ્યારે ચૈતન્ય માત્ર ચૈતન્યાકાર રહે છે ત્યારે તે દર્શન કહેવાય છે.
જીવ અસંખ્ય પ્રદેશવાળે છે. તે અનાદિકાળથી સૂક્ષ્મ તૈજસ કામણ શરીરની સાથે સંબંધ ધરાવે છે. તેથી તે કર્મોદયથી પ્રાપ્ત શરીરના આકારના અનુસારે નાના મોટા અનેક આકારેને ધારણ કરે છે. આનું સ્વરૂપ દ્રવ્ય સંગ્રહ ગાથા બેમાં આ પ્રમાણે જણાવેલ છે.
જીવ ઉપગરૂપ છે, અમૂર્ત છે, કર્તા છે, સ્વદેહવ્યાપી છે, ભકતા છે, સંસારી છે, સિદ્ધ છે અને સ્વભાવથી ઉર્ધ્વગમન કરનાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org