________________
૨૬ : ષડૂદન સુમેાધિકા
વસ્તુસત્તા માટે નિતાન્ત આવશ્યક, સતત વિદ્યમાન રહેનાર ધર્માંને ‘ગુણ' કહેવામાં આવે છે અને દેશ-કાલ જન્ય પરિણામ શાલી ધમ ને પર્યાય' કહેવામાં આવે છે.
પ્રત્યેક વસ્તુ અનંત ધર્માંત્મક હોય છે. દ્રરેક વસ્તુમાં અનંત ધર્માં સ્વસ્વરૂપે વિદ્યમાન હાય છે અને બીજા અન ત ધર્માં પરવસ્તુના નિષેધ-અવિદ્યમાન સ્વરૂપે હોય છે. તે ધર્માં તેને અન્ય તત્સદેશ વસ્તુએથી ભિન્ન કરી દે છે
પ્રત્યેક દ્રવ્ય ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવતાથી યુક્ત હાય છે. તે દ્રવ્યા મૂળ છ છે. (૧) જીવ, (૨) પુદ્ગલ, (૩) ધર્મ, (૪) અધમ, (૫) આકાશ અને (૬) કાલ.
આ છએ દ્રવ્ય પ્રમેય જાણવા લાયક છે. આમાંના કાલ સિવાયના પાંચ દ્રવ્યોને અસ્તિકાય કહેવામાં આવે છે. અસ્તિકાય= પ્રદેશના સમુદાય.
દરેક દર્શનનું મુખ્ય લક્ષ્ય મુક્તિ પ્રાપ્ત કરવાનું હોય છે. તેથી મુક્તિમાર્ગનું અવરોધક કેણુ છે? તે કેવી રીતે આત્મા સાથે જોડાયેલ છે. તેનાથી મુક્ત કેવી રીતે થવાય ? આ બધાંને વિચાર કરવા અતિ આવશ્યક છે. પદાથ વ્યવસ્થાની દૃષ્ટિએ છ દ્રવ્યા છે પણ મેક્ષ પ્રાપ્તિ માટે જેનુ જ્ઞાન આવશ્યક છે તેવાં તવા નવ છે. તે આ પ્રમાણે—
(૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સંવર, (૭) બંધ, (૮) નિરા, અને (૯) મેાક્ષ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org